________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
[ ૫૦૫ ]
દષ્ટાંતે સૂત્રકારે સાધુની સ્વાવલંબિતા, દઢતા, સંતોષ, પૂર્ણતા, તપોમયતાનો પાવન સંદેશ આપ્યો છે. પાણીમાં મત્સ્યની ચાર પ્રકારે ગતિ હોય છે, તેમ અભિગ્રહધારી ભિક્ષુ ભિક્ષાર્થે ચાર પ્રકારે ગમન કરે છે.
(૧) અનુશ્રોતચારી- જલ પ્રવાહને અનુકૂળ ચાલનારા મત્સ્યની જેમ ઉપાશ્રયની પાસેના ઘરથી કે ગલીના પ્રારંભના ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ અનુશ્રોતચારી કહેવાય છે.
(૨) પ્રતિશ્રોતચારી- પાણીના પ્રવાહથી પ્રતિકૂળ ચાલનારા મલ્યની જેમ ગલીના છેલ્લા ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ પ્રતિશ્રોતચારી કહેવાય છે.
(૩) અંતચારી– પાણીના પ્રવાહના કિનારે-કિનારે ચાલનારા મત્સ્યની જેમ નગર-ગ્રામાદિ કે ગલીના અંત ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા લેનારા ભિક્ષુ અંતચારી કહેવાય છે.
(૪) મધ્યચારી- પાણીના પ્રવાહની વચ્ચે ચાલનારા મત્સ્યની જેમ નગર, પ્રામાદિ કે ગલીના મધ્યમાં સ્થિત ઘરોથી ગોચરી કરનારા ભિક્ષુ મધ્યચારી કહેવાય છે.
મીણાદિના ગોળા અને પુરુષોના પ્રકાર :३५ चत्तारि गोला पण्णत्ता, तं जहा- महुसित्थगोले, जउगोले, दारुगोले, મટ્ટિયાગોને !
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- महुसित्थगोलसमाणे, जउगोलसमाणे, दारुगोलसमाणे, मट्टियागोलसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
ગોળા (૧) મીણના. (૧) મીણના ગોળા સમાન. (૨) લાખના. | (૨) લાખના ગોળા સમાન. (૩) લાકડાના. (૩) લાકડાના ગોળા સમાન.
(૪) માટીના. (૪) માટીના ગોળા સમાન. |३६ चत्तारि गोला पण्णत्ता, तं जहा- अयगोले, तउगोले, तंबगोले, सीसगोले। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अयगोलसमाणे तउगोलसमाणे तंबगोलसमाणे सीसगोलसमाणे ।
- પુરુષ
ભાવાર્થ :- ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે