________________
સ્થાન-૪: ઉદ્દેશક-૪ .
| ૫૦૧ |
સાતમી ચૌભંગી દ્વારા સમજાવ્યું છે કે કોઈ વાદળા ઓછા હોવાથી તે અલ્પષેત્રમાં વરસે છે અને કોઈ વિસ્તૃત ક્ષેત્રમાં વરસે, સર્વત્ર વરસે. આઠમી ચૌભંગીમાં ચાર પ્રકારના મેઘના નામ બતાવ્યા છે અને તે મેઘના વરસવાથી ભૂમિ કેટલા કાળ સુધી ઉપજાઉ બની રહે તે તેનું કથન કર્યુ છે.
- આ આઠમાંથી છ ચૌભંગીઓમાં પુરુષની તુલના કરી, તેની યોગ્યતા અને સ્વભાવને વિસ્તારથી પ્રગટ કર્યા છે. સાતમી ચૌભંગીમાં માતાપિતા સંબંધી ભાવો રજૂ કર્યા છે અને આઠમી ચૌભંગીમાં રાજાના અલ્પષેત્ર અને વિસ્તતક્ષેત્ર,એક ક્ષેત્ર અને સર્વ ક્ષેત્ર, એક દેશ અને સર્વ દેશ, એક વિભાગ અને સર્વ વિભાગની અપેક્ષાએ આધિપત્યનું કથન કર્યું છે.
કરંડીયાની ઉપમાથી આચાર્યના ચાર પ્રકાર :३१ चत्तारि करंडगा पण्णत्ता,तं जहा-सोवागकरंडए, वेसियाकरंडए, गाहावइकरंडए, रायकरंडए ।
एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- सोवागकरंडगसमाणे, वेसिया- करंडगसमाणे, गाहावइकरंडगसमाणे, रायकरंडगसमाणे । ભાવાર્થ :- ચાર પ્રકારના કરંડીયા અને તે સમાન ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છેકરંડીયો
આચાર્ય ૧. ચાંડાલનો.
૧. ચાંડાલના કરંડક સમ. ૨. વેશ્યાનો.
૨. વેશ્યાના કરંડક સમ. ૩. ગૃહપતિ(શ્રેષ્ઠી)નો.
૩. શ્રેષ્ઠીના કરંડક સમ. ૪. રાજાનો.
૪. રાજાના કરંડક સમ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કરંડીયાની ઉપમા દ્વારા આચાર્યની વિભિન્ન કોટિઓનું પ્રતિપાદન કર્યું છે. કરંડક :- વસ્ત્ર, આભરણ તથા જીવન ઉપયોગી વસ્તુ રાખવાનું એક પ્રકારનું પાત્ર. તે વાંસ, નેતર આદિથી ગૂંથીને બનાવાય છે. જેની ઊંચાઈ કરતાં પહોળાઈ વધુ હોય છે, તેને કરંડીયો કહે છે. જોવા ૦૨૬૫ - શ્વપાક = ચાંડાલ, ચમાર, ચમારના કરંડીયામાં ચામડાના ટુકડા તથા ચામડા કાપવાના ઉપકરણો વગેરે રહે, તેથી તે કરંડીયો સાર રહિત હોય છે. શ્વપાક કરંડક જેવા આચાર્ય શ્રુત વિકલ અને આચાર વિકલ હોય છે. તેથી તેઓ સાર રહિત હોય છે. વેસિવ :–વેશ્યાનો કરંડીયો લાખ યુક્ત સોનાના આભરણથી ભરેલો હોય છે. પ્રથમ કરંડીયાની