________________
૫૦૦]
શ્રી ઠાણાગ સુત્ર-૧
૪. મેઘ કાળ–અકાળ વર્ષા - કેટલાક મેઘ વર્ષા ઋતુમાં–કાળમાં વરસે, અકાળમાં ન વરસે તેમ કેટલાક પુરુષ પર્યાદિના સમયે દાનાદિ આપે પણ અપર્યાદિના સમયે દાનાદિ ન આપે. ૫. મેઘ ક્ષેત્ર-અક્ષેત્ર વષ :- કેટલાક મેઘ ફળદ્રુપ જમીન પર વરસે, ઉખર જમીન પર ન વરસે તેમ કેટલાક દાન, જ્ઞાન વગેરે પાત્રને આપે, અપાત્રને ન આપે.
૬. મેઘ ધાન્ય જનક-નિર્માપક - કેટલાક મેઘ અનાજ ઉત્પન્ન કરે પણ પાક ન આપે. કેટલાક પાક આપે પણ અનાજ ઉત્પન્ન ન કરે. તેમ કેટલાક માતા પિતા સંતાનને જન્મ આપે પણ તેનું ભરણ-પોષણ ન કરે. કેટલાક માતા પિતા સંતાનનું ભરણ-પોષણ કરે પણ તેના જનક ન હોય અર્થાતુ અન્યના બાળકને ગોદ લઈ ભરણપોષણ કરે છે. ૭. મેઘ દેશવર્ષી સર્વવર્ષી :- કેટલાક મેઘ એકાદ દેશમાં વરસે. સર્વદેશમાં ન વરસે. કેટલાક મેઘ સર્વ દેશમાં વરસે, એકાદ દેશમાં ન વરસે. કેટલાક રાજા એકાદ દેશના અધિપતિ હોય, સર્વ દેશના અધિપતિ ન હોય. કેટલાક રાજા સર્વ દેશના અધિપતિ હોય, તો કેટલાક રાજા એક દેશ કે સર્વ દેશના અધિપતિ હોતા નથી, કેવળ નામ માત્રના રાજા હોય છે અર્થાત્ રાજ્ય ભ્રષ્ટ કે ભૂતપૂર્વ રાજા હોય છે. ૮. પુષ્કરાવર્તાદિ મેઘ – સૂત્રમાં પુષ્કરાવર્ત આદિ મેઘોની સમાન ચાર પ્રકારના પુરુષનો કોઈ ઉલ્લેખ નથી તથાપિ ટીકાકારે ચાર પ્રકારના મેઘ સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યથા
(૧) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ પુષ્પરાવર્ત મેઘ સમાન અતિ દીર્ઘકાલ પર્યત યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે છે. (૨) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ પદ્યુમ્ન મેઘ સમાન દીર્ઘકાલ પર્યત યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે છે. (૩) કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ જીમૂત મેઘ સમાન કેટલાક વર્ષો સુધી યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત
કોઈ દાતા કે ઉપદેષ્ટા પુરુષ જિલ્ડ મેઘ સમાન યાચક કે જિજ્ઞાસુને તૃપ્ત કરે અથવા ન પણ કરે.
ચારે પ્રકારના મેઘનો પ્રભાવ ઉત્તરોત્તર અલ્પ થતો જાય છે, તેમ દાતા અને ઉપદેષ્ટાના દાન અને ઉપદેશનો પ્રભાવ ઓછો થતો જાય છે.
મેઘની આઠ ચૌભંગીઓનું તાત્પર્ય - પ્રથમ ત્રણ ચૌભંગીઓમાં સમજાવ્યું છે કે વાદળાઓના પરસ્પર ટકરાવાથી ગાજ, વીજ અને વૃષ્ટિ થાય છે પરંતુ તેમાં કોઈ એકાંત નિયમ નથી કે ગર્જના થાય તો જ વીજળી થાય અને વીજળી થાય તો જ વૃષ્ટિ થાય. ગર્જના કે વીજળી ન હોય તોપણ વૃષ્ટિ થઈ શકે છે. આ રીતે પ્રસ્તુત સુત્રોને જોતાં મેઘ ગર્જના, વિજળી, વર્ષા થવા ન થવા સંબંધી સર્વ વિકલ્પો થાય છે.
ચોથી ચૌભંગીમાં સમયસર વરસનાર વાદળા અને પાંચમી ચૌભંગીમાં યોગ્ય ઉપજાઉ ક્ષેત્રમાં વરસવાનું કથન છે. છઠ્ઠી ચૌભંગીમાં દર્શાવ્યું છે કે કોઈ વાદળાઓ એવી રીતે કે એવા સમયે વરસે કે તે બીજને અંકુરિત કરી શકે. કોઈ વાદળા એવી રીતે વરસે કે તે બીજને અંકુરિત ન કરી શકે તેમજ કોઈ વાદળા ધાન્ય નિષ્પન્ન કરે, કોઈ ન કરે.