________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
મેઘ
૧. કોઈ દેશ ક્ષેત્રવર્ષી હોય, સર્વ ક્ષેત્રવર્ષી નહીં. ૨. કોઈ સર્વવર્ષી હોય, દેશવર્ષી ન હોય.
૩. કોઈ દેશવર્ષી, સર્વવર્ષી બંને હોય. ૪. કોઈ ન દેશવર્ષી હોય, ન સર્વવર્ષી હોય.
૪૯૯
રાજા
૧. કોઈ દેશાધિપતિ હોય, સર્વાધિપતિ નહીં. ૨. કોઈ સર્વાધિપતિ હોય, દેશાધિપતિ ન હોય.
૩. કોઈ દેશાધિપતિ અને સર્વાધિપતિ બંને હોય.
૪. કોઈ ન દેશાધિપતિ હોય, ન સર્વાધિપતિ હોય.
૨૦ વત્તાી મેહા પળત્તા, તં બહા- પુનવલસંવરૃપ, પખ્તુળે, ગૌમૂ, નિમ્મે 1
पुक्खलसंवट्टए णं महामेहे एगेणं वासेणं दसवाससहस्साइं भावेइ । पज्जुण्णे णं महामेहे एगेणं वासेणं दसवाससयाइं भावेइ । जीमूए णं महामेहे एगेणं वासेणं दसवासाइं भावेइ । जिम्मे णं महामेहे बहूहिं वासेहिं एगं वासं भावेइ वा ण वा भावेइ ।
ભાવાર્થ : – મેઘ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પુષ્કરાવર્ત્ત મેઘ (૨) પદ્યુમ્ન મેઘ (૩) જીમૂત મેઘ (૪) જિમ્ડ મેઘ.
(૧) પુષ્કરાવર્ત મેઘ એકવાર વરસે તો ભૂમિ દશ હજાર વર્ષ સુધી સ્નિગ્ધ, ઉપજાઉ રહે. (૨) પદ્યુમ્ન મહામેઘ એકવાર વરસે તો ભૂમિ એક હજાર વર્ષ સુધી સ્નિગ્ધ, ઉપજાઉ રહે. (૩) જીમૂત મહામેઘ એકવાર વરસે તો ભૂમિ દસ વર્ષ સુધી સ્નિગ્ધ રહે. (૪) જિમ્પ મહામેઘ ઘણી વાર વરસે ત્યારે ભૂમિ એક વર્ષ સુધી સ્નિગ્ધ રહે અથવા ન પણ રહે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘ સ્વભાવની વિભિન્નતા દ્વારા મનુષ્ય સ્વભાવની વિભિન્નતાઓ અને વિશેષતાઓ આઠ ચૌભંગીઓ દ્વારા વર્ણવી છે.
૧. મેઘ ગર્જના, વર્ષા :– કેટલાક મેઘ ગર્જે પણ વરસે નહીં. કેટલાક મેઘ વરસે પણ ગર્જે નહીં.તેમ કેટલાક મનુષ્યો દાન, જ્ઞાન, અનુષ્ઠાનોની વાતો કરે, ઘોષણા કરે પણ દાનાદિ આપી વરસે નહીં.
૨. મેઘ ગર્જના, ચમકારો :– કેટલાક મેઘ ગર્જે પણ તેમાં વીજળીના ચમકારા ન હોય, કેટલાક મેઘ ચમકારા કરે પણ ગર્જે નહીં. તેમ કેટલાક મનુષ્ય દાનાદિની ઘોષણા કરે અને આપવાનો દેખાવ– આડંબર કરે પણ આપે નહીં.
૩. મેઘ ચમકારા, વર્ષા :– કેટલાક મેઘ વરસે પણ ચમકારા ન કરે, કેટલાક મેઘ ચમકે પણ વરસે નહીં. તેમ કેટલાક મનુષ્યો દાનાદિ આપે પણ આડંબરન કરે. કેટલાક આપવાનો આડંબર કરે પણ આપે નહીં.