________________
૪૯૬]
શ્રી ઠાણાંગ સત્ર-૧
નાસ્તિકવાદી કહે છે. તેના સમુદાયને અક્રિયાવાદી સમવસરણ કહે છે. માળિયા -અજ્ઞાન જ શ્રેષ્ઠ છે, સુખ–શાંતિનું કારણ છે; તેવા સિદ્ધાંતને, વાદને માનનારા અજ્ઞાનવાદી કહેવાય છે. વેપડ્યા – વિનય એ જ મોક્ષ પ્રાપ્તિનું કારણ છે, તેવા સિદ્ધાંતને, વાદને માનનારા વિનયવાદી કહેવાય છે.
૨૪ દંડકમાંથી, પાંચ એકેન્દ્રિય અને ત્રણ વિક્લેન્દ્રિયના ૮દંડક વર્જીને શેષ સંજ્ઞી પંચેન્દ્રિયના ૧૬ દંડકમાં આ ચારે પ્રકારના સમવસરણ હોય છે. વિકલેન્દ્રિય શબ્દ દ્વારા વિક્લ ઈદ્રિયવાન એકેન્દ્રિય તથા બેઈદ્રિયાદિનું વર્જન કર્યુ છે. સંજ્ઞીના આ ૧૬દંડકમાં જે અસંજ્ઞી જીવો હોય છે તેમાં પણ આ ચાર સમવસરણ હોતા નથી.
ચારે ગતિના આ ૧૬ દંડકમાં મિથ્યાષ્ટિની અપેક્ષાએ ત્રણ સમવસરણ અને સમ્યગુદષ્ટિની અપેક્ષાએ એક ક્રિયાવાદી સમવસરણનું અસ્તિત્વ કહ્યું છે. મેઘ તથા પુરુષની ચૌભંગીઓ :२३ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो वासित्ता, वासित्ता णाममेगे णो गज्जित्ता, एगे गज्जित्तावि वासित्तावि, एगे णो गज्जित्ता णो वासित्ता । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो वासित्ता, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
મેઘ ૧. કોઈ ગાજે પણ વરસે નહીં. ૨. કોઈ વરસે પણ ગાજે નહીં. ૩. કોઈ ગાજે અને વરસે. ૪. કોઈ ગાજે પણ નહીં અને વરસે પણ નહીં.
પુરુષ ૧. કોઈ ઉદ્ઘોષણા કરે પણ કાર્ય ન કરે. ૨. કોઈ કાર્ય કરે પણ ઘોષણા ન કરે. ૩. કોઈ ઘોષણા કરે અને કાર્ય પણ કરે. ૪. કોઈ ઘોષણા કરે નહીં અને કાર્ય પણ કરે નહીં.
२४ चत्तारि मेहा पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गज्जित्ता णाममेगे णो विज्जुयाइत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના મેઘ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે