________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૪
રૂપે (૨) પત્ર રૂપે (૩) પુષ્પ રૂપે (૪) ફળ રૂપે.
વિવેચન :
૪૯૫
વૃક્ષમાં પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળની જે ઉત્પત્તિ થાય છે અર્થાત્ પ્રવાલ, પત્ર વગેરે નવા નવા રૂપો સર્જાય છે, તેને પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષની વિકુવર્ણા કહી છે. આ વિષુવર્ણા ઔદારિક શરીરની જ છે, વૈક્રિય શરીરની અપેક્ષાએ નથી. વૃક્ષમાં ચાર પ્રકારે વિશેષતા સર્જાય છે. પ્રવાલ—કૂંપળ ફૂટે, તેમાંથી પત્ર નિપજે, પુષ્પ ખીલે અને ફળ બેસે. તેનાથી વૃક્ષ વિભૂષિત બને છે, શોભી ઉઠે છે.
ચારગતિમાં વાદી સમવસરણ :
२२ चत्तारि वादिसमोसरणा पण्णत्ता, तं जहा - किरियावादी, अकिरियावादी, अण्णाणियावादी वेणइयावादी ।
णेरइयाणं चत्तारि वादिसमोसरणा पण्णत्ता, तं जहा- किरियावादी जाव वेणइयावादी । एवं असुरकुमाराणं वि जाव थणियकुमाराणं । एवं विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- વાદીઓના ચાર સમવસરણ(સમુદાય) કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી.
નારકીના ચાર સમવસરણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી.
તે જ રીતે અસુરકુમા૨થી સ્તનિતકુમાર સુધી ચાર–ચાર વાદી સમવસરણ છે. તે જ રીતે વિક્લેન્દ્રિયોને(એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધી)છોડીને વૈમાનિક સુધીના સર્વ દંડકોના ચાર–ચાર સમવસરણ
જાણવા.
વિવેચન :
વાપી :– સામાન્યરૂપે દર્શન શાસ્ત્રમાં સભામાં વાદ કરનારને વાદી કહે છે પરંતુ અહીં વાદનો અર્થ છે કથન, મત, સિદ્ધાંત વગેરે અને વાદીનો અર્થ છે તે મત, સિદ્ધાંત વગેરેને સ્વીકારનાર.
બિરિયાવાડી :- જીવ, અજીવ આદિ તત્ત્વને અને પુણ્ય, પાપ, બંધ આદિ ક્રિયાઓના સિદ્ધાંતને, અસ્તિત્વને સ્વીકારનાર ક્રિયાવાદી કહેવાય છે. તેના સમુદાયને ક્રિયાવાદી સમવસરણ કહે છે.
અજિરિયાવાડી :– જીવાદિ તત્ત્વોનો અને તેની ક્રિયાઓનો અસ્વીકાર કરનારને અક્રિયાવાદી,