________________
[ ૪૯૪ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
पविभावइत्ता वि, एगे णो आघवइत्ता णो पविभावइत्ता । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ(શ્રમણ)પ્રવચન કરનાર વક્તા હોય પરંતુ શાસન પ્રભાવના કરનાર ન હોય (૨) કોઈ પ્રભાવના કરે પણ વ્યાખ્યાતા ન હોય (૩) કોઈ વ્યાખ્યાતા અને પ્રભાવક બંને હોય (૪) કોઈ બંને ન હોય, સામાન્ય પુરુષ હોય. | २० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आघवइत्ता णाममेगे णो उंछजीविसंपण्णे, उंछजीविसंपण्णे णाममेगे णो आघवइत्ता, एगे आघवइत्ता वि उंछजीविसंपण्णे वि, एगे णो आघवइत्ता णो उंछजीविसंपण्णे । ભાવાર્થ -પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આખ્યાપકન ઉંછજીવિકા સમ્પન્ન-કોઈ પુરુષ(શ્રમણ)વક્તા હોય પણ એષણાદિ સમિતિથી સંપન્ન ન હોય (૨) કોઈ શ્રમણ એષણા સમિતિ સંપન્ન હોય પણ વક્તા ન હોય (૩) કોઈ વક્તા પણ હોય અને એષણા સમિતિ સંપન્ન પણ હોય (૪) કોઈ શ્રમણ વક્તા પણ ન હોય અને એષણા સમિતિ સંપન્ન પણ ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રભાવકતા અને એષણા સમિતિના માધ્યમે વક્તાના વ્યક્તિત્વનું ચિત્ર અંકિત કર્યું છે. આવફા(આખ્યાપક) – પ્રવચન ઉપદેષ્ટા, સિદ્ધાંતનું વ્યાખ્યાન કરનાર, પ્રવચન પ્રજ્ઞાપક, વક્તા. વિભાવતા(પ્રવિભાવક) :- ટીકાકારે તેના બે સંસ્કૃત રૂપ બતાવ્યા છે. તેના બે અર્થ છે– ૧. ઉદાર ક્રિયાદિથી કે બુદ્ધિમત્તાથી શાસનની પ્રભાવના કરનાર. (૨) વિવેચક–પ્રવચનના અર્થ પરમાર્થનું વિવેચન કરનાર. તાત્પર્ય એ છે કે વક્તા- આચારવાન, શાસન પ્રભાવક અને વિવેચક હોવા જોઈએ. ૩છનવી :- અનેક ઘેરથી થોડી-થોડી ભિક્ષા લેવાને ઉછજીવિકા કહે છે. ગૌચરી–માધુકરી વૃત્તિથી ભિક્ષા મેળવવાને ઉછજીવિકા કહે છે.આ ચૌભંગીનું તાત્પર્ય એ છે કે શ્રમણ કોઈ વક્તા હોય અને કોઈન પણ હોય. કોઈ શુદ્ધ ગવેષક હોય અને ન પણ હોય. વિવિધ રુચિ અને કર્મોદય તથા કર્મક્ષયોપશમના કારણે સાધકોમાં આ પ્રકારની વિવિધતા હોય છે. વૃક્ષની વિશેષતાઓ :
२१ चउव्विहा रुक्खविगुव्वणा पण्णत्ता, तं जहा- पवालत्ताए, पत्तत्ताए, पुप्फत्ताए, फलत्ताए। ભાવાર્થ :- વૃક્ષની વિક્ર્વણા (વિક્રિયા) ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રવાલ(કૂપ)