________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪.
૪૯૧
ત્રણ ચૌભંગીઓનું તાત્પર્ય - આ ત્રણ ચૌભંગીના બાર ભંગ ચિકિત્સકના જ છે. (૧) તેમાં કોઈ પરુ, લોહી વગેરે કાઢવા ઘા કરી ચિકિત્સા કરનાર હોય છે. (૨) કોઈ ઘા વાળા દર્દીની ચિકિત્સા કરનાર હોય છે અર્થાત્ જન્મીના જન્મને શુદ્ધ કરે, પાટો બાંધે કે ઘાને રૂઝવવાની ચિકિત્સા કરે. (૩) કોઈ ઉભય રીતે ચિકિત્સા કરે અર્થાત્ નવો ઘા કરી ચિકિત્સા કરે તથા પૂર્વ ઘા વાળા દર્દીની ચિકિત્સા પણ કરે. (૪) કોઈ બંને પ્રકારની ઘા સંબંધી ચિકિત્સા ન કરે. અન્ય રીતે એટલે ગોળી વગેરે દવાથી ઘાને રૂઝવે. રોગીને ઘા પર લગાડવા મલમ વગેરે આપે.
વ્રણ તથા પુરુષની ચૌભંગીઓ :१३ चत्तारि वणा पण्णत्ता, तं जहा- अंतोसल्ले णाममेगे णो बाहिंसल्ले, बाहिंसल्ले णाममेगे जो अंतोसल्ले, एगे अंतोसल्ले वि बाहिंसल्ले वि, एगे णो अंतोसल्ले णो बाहिंसल्ले ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंतोसल्ले णाममेगे णो बाहिंसल्ले, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વ્રણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ વ્રણ અંદરની પીડાવાળા હોય પણ બહારની પીડાવાળા ન હોય (૨) કોઈ વ્રણ બહારની પીડાવાળા હોય પણ અંદરની પીડાવાળા ન હોય (૩) કોઈ અંદર બહાર બંને પ્રકારની પીડાવાળા હોય (૪) કોઈ બંને પ્રકારની પીડાવાળા ન હોય માત્ર ત્રણ જ હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આંતરિક પીડા આપે, બાહ્ય પીડા ન આપે (૨) કોઈ પુરુષ બાહ્ય પીડા આપે પણ આંતરિક પીડા ન આપે (૩) કોઈ પુરુષ ઉભય પીડા આપે (૪) કોઈ પુરુષ એકેય પીડા ન આપે, તટસ્થ હોય. १४ चत्तारि वणा पण्णत्ता, तं जहा- अंतोदुढे णाममेगे णो बाहिंदुढे, चउभंगो।
एवमेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंतोदुढे णाममेगे णो बाहिंदुढे, चउभंगो।
ભાવાર્થ :- વ્રણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ અંદરમાં વિકૃત હોય, બહાર નહીં (૨) કોઈ બહાર વિકૃત હોય, અંદરમાં નહીં (૩) કોઈ અંદર અને બહાર બંને વિકૃતિવાળા હોય (૪) કોઈ અંદર અને બહાર વિકૃતિ વિનાના હોય અર્થાત્ સુધારાની સ્થિતિમાં હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ અંદરમાં વિકૃતિદ્વેષથી ભરેલા હોય પરંતુ બાહ્ય વ્યવહારમાં તેવા ન હોય (૨) કોઈ બહાર વિકૃત અને દ્વેષપૂર્ણ વ્યવહાર