________________
૪૯૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
वणपरिमासी णाममेगे णो वणकरे, एगे वणकरे वि वणपरिमासी वि, एगे णो वणकरे णो वणपरिमासी । ભાવાર્થ :- પુરુષ(ત્રણ ચિકિત્સક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ઘા કરી ચિકિત્સા કરે પણ પૂર્વ ઘાની શુદ્ધિ ન કરે. (૨) કોઈ પૂર્વ ઘાની શુદ્ધિ કરે પણ નવા ઘા કરી ચિકિત્સા ન કરે. (૩) કોઈ ઉભય પ્રકારે ચિકિત્સા કરે. (૪) કોઈ ઉભય પ્રકારે ઘણચિકિત્સા ન કરે, અન્ય પ્રકારે ચિકિત્સા કરે. ११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वणकरे णाममेगे णो वणसारक्खी, ૩મો
ભાવાર્થ :- પુરુષ(વ્રણ ચિકિત્સક)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ ઘા કરી ચિકિત્સા કરે પરંતુ પૂર્વ ઘા પર પાટો બાંધવો વગેરે સંરક્ષણ ન કરે. આ રીતે ચારે ભંગ કહેવા.
|१२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वणकरे णाममेगे णो वणसरोही, चउभगो।
ભાવાર્થ :- પુરુષ(વ્રણ ચિકિત્સક)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ ઘા કરી ચિકિત્સા કરે પણ પૂર્વ ઘાને રૂઝાવવાની ચિકિત્સા ન કરે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ ચિકિત્સા અંગે પ્રકાશ પાડ્યો છે.
વUR:- વણકર. વ્રણ-ઘા કરી ચિકિત્સા કરનાર. ચિકિત્સકના વિવિધ રૂ૫ દર્શાવ્યા છે.તે દ્રવ્યભાવ બંને અપેક્ષાએ ઘટિત થાય છે. પરુ, લોહી વગેરેને કાઢવા ઘા કરે તે દ્રવ્ય વણકર અને અતિચાર રૂપી વ્રણ કરનાર ભાવ વણકર કહેવાય છે.
વપરિમાણી - વ્રણપરામર્શી. વ્રણ-ઘાને, સ્પર્શ એટલે સાફ કરે. તે દ્રવ્યવણ પરામર્શી કહેવાય અને અતિચાર દોષોના સ્મરણ વડે સ્પર્શ-શુદ્ધિ કરે તે ભાવવ્રણ પરામર્શી કહેવાય છે.
વણસાલી - વ્રણ સંરક્ષક. ત્રણ– ઘા પર પાટો આદિ બાંધી તેની રક્ષા કરનાર દ્રવ્ય ત્રણ સંરક્ષક છે અને અતિચાર રૂપ વ્રણના કારણોને દૂર કરે તે ભાવવ્રણ સંરક્ષક છે. વાતરો:- ઔષધિ દ્વારા ત્રણ રહિત કરનાર. ઘા રૂઝવનાર દ્રવ્યવ્રણ સંરોહી છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા અતિચારોની શુદ્ધિ કરનાર ભાવવ્રણ સંરોહી કહેવાય છે. ત્રણે ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.