________________
[ ૪૯૨ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
વાળા હોય પરંતુ તેના અંદરમાં કંઈ જ ન હોય (૩) કોઈ પુરુષ અંદર પણ વિકૃતિ–ષથી પૂર્ણ હોય અને તેનો વ્યવહાર પણ ‘ષ પૂર્ણ હોય (૪) કોઈ પુરુષ અંદર બહાર વિકૃતિ–ષથી રહિત તટસ્થ વ્યક્તિ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણની અંદર-બહારની પીડાની તથા વિકૃતિની ઉપમાથી પુરુષના ચાર ભંગ કહ્યા છે.
ઘા વિવિધ પ્રકારના હોય છે. કોઈમાં અંદર ખરાબી કે પીડા હોય, તો કોઈમાં બહાર માત્ર ખરાબી કે પીડા હોય છે. કોઈ બંને પ્રકારની ખરાબીવાળા તો કોઈમાં ઘાની શરૂઆત કે અંતની આવસ્થા હોવાથી અંદર કે બહાર ખરાબી કે પીડા ન હોય. ત્રણ = ઘા, શલ્ય = પીડા, દુષ્ટ = ખરાબી.
પુરુષ પણ વિવિધ અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. કોઈનું મન કે હૃદય ખરાબ હોય અને કોઈનો વ્યવહાર ખરાબ હોય વગેરે સર્વ ભંગ સમજવા.
પ્રશંસનીય-અપ્રશંસનીય પુરુષની ચૌભંગીઓ - १५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसे, सेयंसे णाममेगे पावंसे, पावंसे णाममेगे सेयंसे, पावंसे णाममेगे पावंसे । ભાવાર્થ - ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં સુંદર(પ્રશંસનીય) હોય પછી પણ પ્રશંસનીય રહે (૨) કોઈ પુરુષ પહેલાં સુંદર હોય પછી અસુંદરનિંદાપાત્ર થઈ જાય (૩) કોઈ પુરુષ પહેલાં અસુંદરનિંદાપાત્ર હોય અને પછી પ્રશંસનીય થઈ જાય. (૪) કોઈ પહેલાં અને પછી સદા નિંદનીય રહે. १६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेत्ति सालिसए, सेयंसे णाममेगे पावंसेत्तिसालिसए । पावंसे णाममेगे सेयंसेत्ति सालिसए, पावंसे णाममेगे सेयंसेत्ति सालिसए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને દ્રવ્યથી તથા વ્યવહારથી અન્યને શ્રેષ્ઠ જેવા લાગે (૨) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય પણ દ્રવ્યથી (વ્યવહારથી) અન્યને નિકૃષ્ટ પુરુષ જેવા લાગે (૩) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય પરંતુ વ્યવહારથી અન્યને શ્રેષ્ઠ પુરુષ જેવા લાગે (૪) કોઈ પુરુષ ભાવથી પણ નિકૃષ્ટ હોય અને વ્યવહારથી પણ નિકૃષ્ટ પુરુષ જેવા જ લાગે. |१७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेइ मण्णइ,