________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
|| ૪૮૭ ]
बोदि सेसं तं चेव जाव करिस्संति । ભાવાર્થ :- જાતિ (જન્મ)થી આશીવિષ જીવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વૃશ્ચિક જાતિ આશીવિષ (૨) દેડકા જાતિ આશીવિષ (૩) સર્પ જાતિ આશીવિષ (૪) મનુષ્ય જાતિ આશીવિષ.
પ્રશ્ન- હે ભગવન્! વૃશ્ચિક જાતિનું આશીવિષ સામર્થ્ય કેટલું હોય છે?
ઉત્તર- જાતિ આશીવિષ વીંછી પોતાના વિષ પ્રભાવથી અર્ધભરતક્ષેત્ર જેવડા શરીરને વિષ પરિણત અને વિદલિત (નાશ) કરવા સમર્થ છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન – દેડકા જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર– જાતિ આશીવિષ દેડકા પોતાના વિષના પ્રભાવે ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન - હે ભગવન્! સર્પ જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર- જાતિ આશીવિષ સર્પ પોતાના વિષના પ્રભાવે જંબૂદ્વીપ જેવડા (એક લાખ યોજનવાળા) શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો ઉપયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
પ્રશ્ન –હે ભગવન્! મનુષ્ય જાતિના આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર– જાતિ આશીવિષ મનુષ્ય પોતાના વિષના પ્રભાવે અઢી દ્વીપ ક્ષેત્ર પ્રમાણ (૪૫ લાખ યોજન વિસ્તારવાળા) શરીરને વિષ પરિણત અને નાશ કરવા સમર્થ છે. આ સામર્થ્યનો પ્રયોગ કદી કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિષ યુક્ત જીવોની વિષ પ્રભાવ શક્તિને ક્ષેત્ર પરિમાણથી દર્શાવી છે. આશીવિષ:- આશી = દાઢ. જેની દાઢમાં વિષ હોય તે આશીવિષ કહેવાય છે. તેના બે પ્રકાર છે– કર્મથી આશીવિષ અને જાતિથી આશીવિષ.
કર્મ–આશીવિષ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં હોય છે. કોઈ જીવ વિશેષ તપસ્યા આદિ કરે. તેના પ્રભાવે આશીવિષ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે કર્મ–આશીવિષ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં જાતિ આશીવિષનું કથન છે. અહીં ચાર પ્રકારના જાતિ આશીવિષનું સામર્થ્ય બતાવ્યું છે, તે ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ સમજવું, મધ્યમ કે જઘન્ય અપેક્ષાએ તે વિષ હીનાધિક અનેક પ્રકારનું હોય શકે છે.