________________
૪૮૬
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉતરી જવાના કારણે જે આહાર રસાસ્વાદનો અનુભવ ન કરાવે તે. બિલમાં—દરમાં પ્રવેશ કરતાં દ્રવ્ય જેવો હોવાથી તે આહારને બિલોપમ કહેવાય છે. (૩) પાણમાં સોપમ = પાણ એટલે ચંડાલ. ચંડાલના માંસની જેમ તિર્યચનો આહાર ધૃણિત હોવાથી તે પાણમાં સોપમ કહેવાય છે. (૪) પુત્રમાં સોપમ = દુઃખે ખાઈ શકાય તેવો દુખાદ્ય આહાર. પુત્રના માંસ સાથે સરખાવવાના કારણે તે પુત્રમાંસોપમ કહેવાય છે. તિર્યંચનો આ ચાર પ્રકારનો આહાર ક્રમથી શુભ, સમ, અશુભ, અશુભતર હોય છે. આ ચાર પ્રકારમાં તિર્યંચના સમસ્ત પ્રકારના આહારનો સમાવેશ થાય છે.
મનુષ્યોનો આહાર :- મનુષ્યનો આહાર સુખકર હોવાની સાથે કંઈક દુઃખકર પણ નીવડે છે. (૧) અશન = અનાજ ધાન્યાદિ તથા સમસ્ત ભોજન સામગ્રી 'અશન' કહેવાય છે. (૨) પાન = શબ્દાર્થની અપેક્ષાએ દરેક પ્રકારના પીણા, પ્રવાહી પદાર્થ પણ કહેવાય પરંતુ સૈદ્ધાંતિક પરિભાષાનુસાર કેવળ પાણીને પણ કહેવાય છે. (૩) ખાદિમ = શબ્દાર્થની અપેક્ષાએ મીઠાઈ, મિષ્ટ ભોજન વગેરેને ખાદિમ કહે છે પરંતુ સિદ્ધાંતની અપેક્ષાએ ફળ, મેવા વગેરે ખાદિમ કહેવાય છે અને મીઠાઈ વગેરે અશનમાં સમાવિષ્ટ થાય છે. (૪) સ્વાદિમ = એલચી, તજ, લવિંગ વગેરે મુખવાસ સ્વાદિમ કહેવાય. આ ચારે આહાર પ્રશસ્ત–અપ્રશસ્ત બંને પ્રકારના વૈવિધ્યથી પૂર્ણ હોય છે.
દેવોનો આહાર - દેવનો આહાર તેના શરીરમાં સુખરૂપ પરિણમે છે. તેઓ પ્રશસ્ત વર્ણ, પ્રશસ્ત ગંધ, પ્રશસ્ત રસ અને પ્રશસ્ત સ્પર્શવાળા મનોભોગ્ય પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે.
જાતિ આશીવિષનું વિષચક્ષેત્ર :
६ चत्तारि जाइआसीविसा पण्णत्ता, तं जहा- विच्छुयजाइआसीविसे, मंडुक्क- जाइआसीविसे, उरगजाइआसीविसे, मणुस्सजाइआसीविसे ।
विच्छुयजाइआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
पभू णं विच्छुयजाइआसीविसे अद्धभरहप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिणय विसट्टमाणिं करित्तए । विसए से विसट्ठताए, णो चेव णं संपईए करेंसु वा करेइ वा करिस्संति वा ।
मंडुक्कजाइआसीविसस्स पुच्छा ? पभू णं मंडुक्कजाइआसीविसे भरहप्पमाण मेत्तं बोदि विसेणं विसपरिणयं विसट्टमाणिं करित्तए । सेसं तं चेव जाव करिस्संति।
उरगजाइ पुच्छा ? पभू णं उरगजाइआसीविसे जंबुद्दीवपमाणमेत्तं बौदि । सेसं तं चेव जाव करिस्संति चेव ।
मणुस्सजाइ पुच्छा ? पभू णं मणुस्सजाइआसीविसे समयखेत्तपमाणमेत्तं