________________
સ્થાન–૪: ઉદ્દેશક-૪.
[ ૪૮૫ ]
મુર્ખર સમ ઉષ્ણ (૩) શીતલ (૪) હિમશીતલ. | ३ तिरिक्खजोणियाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- कंकोवमे, बिलोवमे, पाणमंसोवमे, पुत्तमंसोवमे ।। ભાવાર્થ :- તિર્યંચ યોનિના જીવોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) કંકોપમ (૨) બિલોપમ (૩) પાણ(ચંડાલોમાસોપમ (૪) પુત્રમાંtોપમ. | ४ मणुस्साणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा-असणे, पाणे, खाइमे, साइमे। ભાવાર્થ - મનુષ્યોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે-(૧) અશન (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ. | ५ देवाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा-वण्णमंते, गंधमंते, रसमंते, फासमते ।
ભાવાર્થ :- દેવોનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) વર્ણવાન (૨) ગંધવાન (૩) રસવાન (૪) સ્પર્શવાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારે ગતિના જીવોના આહારનું વૈવિધ્ય દર્શાવ્યું છે. તેઓનો આહાર ગત્યાનુસાર શુભ-અશુભ રૂપે હોય છે. નારકીનો આહાર:- નારકીઓનો આહાર તેઓની વેદનાની વૃદ્ધિ કરે તેવો હોય છે. (૧) અંગારોપમ = અંગાર જેવો અલ્પ– કાલીન દાહવાળો આહાર. (૨) મુક્રોપમ = મુર્ખર અગ્નિ જેવા દીર્ઘકાલીન દાહવાળો આહાર. (૩) શીતલ = શીત વેદના ઉત્પન્ન કરે તેવો આહાર. (૪) હિમશીતલ = અત્યંત શીત વેદના ઉત્પન્ન કરે તેવો આહાર.
જે નરકોમાં ઉષ્ણવેદના હોય ત્યાંના નારકીઓનો અંગારોપમ અને યુરોપમ પુદ્ગલોનો આહાર હોય છે. જે નરકોમાં શીત વેદના હોય ત્યાંના નારકીઓને શીતલ અને હિમશીતલ પુદ્ગલોનો આહાર હોય છે. પહેલી નરકથી પાંચમી નરકના ૧/૩ ભાગ સુધી ઉષ્ણવેદના અને પાંચમી નરકના ૨/૩ ભાગથી ૭મી નરક સુધી શીત વેદના હોય છે.
તિર્યંચોનો આહાર - તિર્યંચોનો આહાર અલ્પ સુખ અને બહુ દુઃખકર હોય છે. (૧) કંકોપમ = પચવામાં મુશ્કેલ પણ ખાવામાં સુખોત્પાદ, સુખપરિણામવાળો આહાર. આ આહાર કંક પક્ષીના આહાર જેવો હોવાથી તેને કંકોપમ કહે છે. (૨) બિલોપમ = જે આહાર ગળી જવામાં આવે, શીઘ્રતાથી ગળામાં