________________
૪૮૪
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૪
ઉદ્દેશક-૪
ઉદ્દેશક-૪
2
2
ભોગસુખ માટે ભટકતા પ્રાણીઓ :| १ चत्तारि पसप्पगा पण्णत्ता, तं जहा- अणुप्पण्णाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं भोगाणं अविप्पओगेणं एगे पसप्पए, अणुप्पण्णाणं सोक्खाणं उप्पाइत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं सोक्खाणं अविप्पओगेणं एगे पसप्पए । ભાવાર્થ :- ચાર પ્રકારના પ્રસર્પક કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અનુત્પન્ન અથવા અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ પ્રાણી (૨) ઉત્પન્ન અથવા પ્રાપ્ત ભોગોના સંરક્ષણ માટે પ્રયત્નશીલ પ્રાણી (૩) અપ્રાપ્ત સુખોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ પ્રાણી (૪) પ્રાપ્ત સુખોને સંરક્ષણ માટે પ્રયત્નશીલ પ્રાણી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંસારના પ્રાણીઓની ચાર પ્રકારની મનોદશાનું દર્શન કરાવ્યું છે. પસMIT(પ્રસર્પ) - ઝ = પ્રઋર્ષેખ સન્તિ નચ્છન્તિ મોર્થ, શાનુદ્દેશ સંવન્તિ | ભોગાદિ માટે જે દેશ-વિદેશમાં સંચરણ કરે છે, ભટકે છે તેને અહીં પ્રસર્પક કહ્યા છે. બીજી રીતે જે આરંભ–પરિગ્રહમાં વિસ્તારને પ્રાપ્ત થાય, તેમાં ફેલાઈ જાય, ફસાઈ જાય તે પ્રસર્પક કહેવાય.
ઈદ્રિય દ્વારા જેનું સેવન થાય તે શબ્દાદિ વિષયોને ભોગ કહે છે. ભોગો માટે કે ભોગોના રક્ષણ માટે જીવો ન કરવાના કામ કરી પાપ કર્મોનો સંચય કરે છે. કર્મસંચય કરી જીવો સંસારમાં સંચરણ કરે છે. તેથી અહીં પ્રાણીઓને પણ પ્રસર્પક કહ્યા છે. ચાર ગતિના જીવોનો આહાર :| २ रइयाणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- इंगालोवमे, मुम्मुरोवमे, सीयले, हिमसीयले । ભાવાર્થ :- નારકીનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) અંગાર સમ ઉષ્ણ (૨)