________________
૪.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વ્યાધિ, ચિકિત્સા અને ચિકિત્સકના પ્રકાર :
૭ રબિષે વાહી પળત્તે, તેં નહીં- વાહ, પિત્તિ, સિંમિત્, સખ્ખિવાર્ । ભાવાર્થ :- ચાર પ્રકારની વ્યાધિ છે, તે આ પ્રમાણે છે– (૧) વાતજન્ય (૨) પિતજન્ય (૩) કફજન્ય (૪) સન્નિપાતજન્ય.
८ चउव्विहा तिगिच्छा पण्णत्ता, तं जहा - विज्जो ओसहाई आउरे परियारए । ભાવાર્થ :- ચિકિત્સાના ચાર અંગ છે, તે આ પ્રમાણે છે– (૧) વૈધ (૨) ઔષધ (૩) આતુર(રોગી) (૪) પરિચારક(પરિચર્યા કરનારા.)
९ चत्तारि तिगिच्छगा पण्णत्ता, तं जहा - आयतिगिच्छए णाममेगे णो पर तिगिच्छए, परतिगिच्छए णाममेगे णो आयतिगिच्छए, एगे आयतिगिच्छए वि परतिगिच्छए वि, एगे णो आयतिगिच्छए णो परतिगिच्छए ।
ભાવાર્થ :- ચિકિત્સક(વૈદ્ય) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સ્વ ચિકિત્સક હોય, પર ચિકિત્સક ન હોય. (૨) કોઈ પર ચિકિત્સક હોય, સ્વ ચિકિત્સક ન હોય. (૩) કોઈ સ્વ ચિકિત્સક અને પર ચિકિત્સક બંને હોય. (૪) કોઈ ન સ્વ ચિકિત્સક હોય, ન પર ચિકિત્સક હોય.
વિવેચન :
વાહી :- અશાતા વેદનીય કર્મના ઉદયથી વાત, પિત્ત, કફમાં વિષમતા જન્મે ત્યારે તેમાંથી રોગની ઉત્પત્તિ થાય, તેને વ્યાધિ(રોગ)કહે છે. રોગના ચાર અંગ કહ્યા છે—– (૧) વાયુના વિકારથી જે રોગ ઉત્પન્ન થાય તેને વાતજન્ય, (૨) પિત્તના વિકારથી જે રોગ થાય તે પિત્તજન્ય, (૩) કફના વિકારથી જે રોગ થાય તે કફજન્ય વ્યાધિ કહેવાય, (૪) વાત, પિત્ત, કફના મિશ્રવિકારથી જે રોગ થાય તે સન્નિપાત્ત જન્ય રોગ કહેવાય છે.
ત્તિનિચ્છા :- રોગને દૂર કરવા અથવા તેનો ઉપશમ કરવા જે ઉપચાર કરાય છે તેને ચિકિત્સા કહે છે. विज्जो :– વૈધ. જે રોગના કારણો અને તેના ઉપચારોને જાણે છે, તેને વૈદ્ય કહે છે, તેના ચાર લક્ષણ છે— (૧) દક્ષ– કોઈ પણ કાર્યને સુગમતાપૂર્વક, શીઘ્ર અને ચતુરાઈથી કરે તે. (૨) વિજ્ઞાત શાસ્ત્રાર્થ– આયુર્વેદ સંબંધી શાસ્ત્રોના પારગામી હોય. (૩) દૃષ્ટિકર્મા–ઉપચાર ક્રિયામાં તેનો અનુભવ હોય, રોગના લક્ષણો પરથી તેનું નિદાન કરી શકતા હોય. (૪) શુચિ– અંદર બહાર દરેક રીતે સ્વચ્છ હોય. રોગી પ્રતિ હિત અને મંગલ ભાવના હોય અને સ્વાર્થાધ ન હોય તેવા વૈદ્ય માનસિક રીતે શુચિ કહેવાય છે. પ્રેમથી રોગીના સમાચાર પૂછે, પ્રીતિથી તેને તપાસે, આશ્વાસન આપે વગેરે ગુણો સ્વભાવતઃ હોવા વૈધ માટે આવશ્યક છે.