________________
૪૭૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
(૩)આહરણ તદ્દોષના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ :(૧) અધર્મ યુક્ત આહરણ તદોષ- જે દષ્ટાંત સાંભળવાથી શ્રોતાના મનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય. જેમ કે કોઈ કથાકારે કથામાં કહ્યું કે કાંસાના વાસણમાં સાત દિવસ રાત્રિ ઘી રાખવામાં આવે તો તે વિષ બની જાય છે. આ કથા સાંભળી કોઈ માણસને અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેણે સાત દિવસ રાત્રિ કાંસાના પાત્રમાં ઘી રાખી, પોતાના વૈરી ભાઈને ખવડાવ્યું અને તે ભાઈ મૃત્યુ પામ્યો. ઉદાહરણમાં અધર્મ યુક્તતા હોવાથી અને શ્રોતામાં અધર્મ જ્ઞાન ઉત્પન્ન કરતું હોવાથી તે દષ્ટાંત અધર્મયુક્ત આહરણ તદ્દોષ જ્ઞાત કહેવાય છે.
(૨) પ્રતિલોમ આહરણ તદોષ- પ્રતિકૂળતાનો બોધ આપતા દષ્ટાંત. જે દષ્ટાંત સાંભળવાથી પ્રતિકૂળ આચરણ કરવાના ભાવ જાગે છે. આ દષ્ટાંતમાં દોષ એ છે કે તે શ્રોતામાં અપકાર કરવાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે.
જીવ અને અજીવ આ બે રાશિ છે. આ પ્રમાણે કથન કરાય ત્યારે તેના પ્રતિપક્ષમાં કોઈ કહે છે કે નોજીવરાશિ તે ત્રીજી રાશિ પણ છે. યથા- ગૃહકોકિલાની કપાયેલી પૂંછડી. આ દષ્ટાંત સાંભળીને શ્રોતાને વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઉસૂત્ર પ્રરૂપણારૂપ હોવાથી તેને પણ પ્રતિલોમ આહરણ તદ્દોષ કહેવાય છે. (૩) આત્મોપનીત આહરણ તદોષ- જે દષ્ટાંત પરમતને દૂષિત કરવા માટે આપવામાં આવે પરંતુ તે પોતાના ઈષ્ટ મતને દૂષિત કરે. જેમ કે સભામાં કોઈ કહે કે અહીં બધા જ મૂર્ખ એકત્રિત થયા છે. એમ કહેવાથી પોતાનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. પોતે પણ મૂર્ખ છે, તેવું સિદ્ધ થઈ જાય છે. અહીં સ્વવચન દોષના કારણે જ તેમાં આત્માનીતતા છે.
(૪) દુરુપનીત આહરણ તદોષ– જે દષ્ટાંતમાં નિગમન અથવા ઉપસંહાર દોષિત હોય. જે દષ્ટાંત સાધ્યને સિદ્ધ કરવા અનુપયોગી હોય અને પોતાના જ મતને દોષિત કરનાર હોય છે. જેમ કે કોઈ પૂછે કે આ કંથામાં ઘણા કાણા છે તો કહે અરે આતો કંથા નથી માછલા પકડવાની જાળ છે. તો શું માછલા ખાવ છો? હા. મધ સેવન કરું ત્યારે એમ એક પછી એક પોતાના જ દોષ ખુલ્લા થતાં જાય તે દુરુપનીતનું દષ્ટાંત છે.
(૪) ઉપન્યાસોપનયના ચાર ભેદનું સ્પષ્ટીકરણ :
(૧) તવસ્તક ઉપન્યાસોપનય- વાદીએ આપેલા દષ્ટાંતને પકડી તેનું વિઘટન કરવું. જેમ કે કોઈ કહે તળાવને કિનારે વૃક્ષ છે. તેના પાન જો જલમાં પડે તો તે પાન જલચર જીવ થઈ જાય અને સ્થળમાં પડે તો સ્થલચર જીવ થઈ જાય. ત્યારે અન્ય સાંભળનાર તેનું વિઘટન કરતાં કહે કે જે પાન જલમાં કે સ્થળમાં ન પડે પરંતુ બંનેની વચ્ચે પડે, તે પાનરૂપે જ રહે છે. તે જલચર-સ્થલચરના મિશ્રિત રૂપે થતા નથી. તેથી નક્કી થાય છે કે જલ કે સ્થળમાં પડેલા પાન પાન રૂપે જ રહે છે. માટે તમારી વાત મિથ્યા છે.
(૨) તદન્યવત્તક ઉપન્યાસોપનય- વાદી દ્વારા કહેલા દષ્ટાંતનું પરિવર્તન કરી વાદીના મતનું ખંડન કરવું. જેમ કે વૃક્ષના પાન જલમાં પડે તો જલચર જીવ થાય અને સ્થલમાં પડે તો સ્થલચર જીવ થાય.