________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
(૨) ઉપાય આહરણ:- ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ઉપાય બતાવનારુંદત. તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનાના ભેદ જાણવા.
દ્રવ્ય ઉપાય- કોઈ ઉપાય વિશેષથી સુવર્ણાદિ ધાતુ પ્રાપ્ત કરી શકાય છે. તેવી વિધિ બતાવનાર ધાતુવાદ વગેરે. તે દ્રવ્યઉપાય કહેવાય. ક્ષેત્ર ઉપાય- ક્ષેત્ર પરિકર્મના ઉપાય. હળ વગેરે સાધન ખેતર તૈયાર કરવાના ઉપાય છે. નૌકા સમુદ્રને પાર કરવાનો ઉપાય છે. તે ક્ષેત્ર ઉપાય કહેવાય. કાળ ઉપાયકાળનું જ્ઞાન કરવાના ઉપાય. ઘડી, છાયા વગેરે દ્વારા કાળનું જ્ઞાન થાય છે. તે કાળ ઉપાય કહેવાય. ભાવ ઉપાય માનસિક ભાવોને જાણવાનો ઉપાય. શારીરિક ચેષ્ટાઓ, વચન પ્રવૃતિ વગેરેથી ભાવોનું જ્ઞાન થાય તે ભાવઉપાય કહેવાય. (૩) સ્થાપના કર્મ આહરણ:- જે દષ્ટાંતથી પરમતનું ખંડન કરી સ્વમતની સ્થાપના કરાય છે. પ્રતિવાદી દ્વારા પ્રસ્તુત દોષોનું નિરાકરણ કરી, સ્વમતની સ્થાપના કરવી તે. શાસ્ત્રાર્થ કરવા સમયે સહસા પરમતના હેતુને વ્યભિચારી હેતુ કહી, તેના સમર્થનમાં જે દષ્ટાંત અપાય તે સ્થાપના કર્મ આહરણ જ્ઞાત કહેવાય છે. (૪) પ્રત્યુત્પવિનાશી આહરણ :- તત્કાલ ઉત્પન્ન કોઈ દોષનું નિરાકરણ કરવા પ્રત્યુત્પન્ન બુદ્ધિથી ઉપસ્થિત કરાતું દષ્ટાંત.
(ર) આહરણ તદેશના ચાર ભેદનું સ્પષ્ટીકરણ :(૧) અનુશિષ્ટ આહરણ તદ્દેશ- સગુણોના કથનથી કોઈ વસ્તુને પુષ્ટ કરવી તે અનુશિષ્ટ કહેવાય છે. જેમ સુભદ્રાએ પોતાના શીલ પરના આરોપને દૂર કરવા, ચાળણીથી પાણી સીંચી ચંપા, નગરીના દ્વાર ખોલી, પોતાના શીલનું મહત્ત્વ બતાવ્યું. દેવોએ પ્રશંસા કરી. અન્યને શીલ પાળવાની પ્રેરણા કરી. આ દિષ્ટાંત અનુશિષ્ટ આહરણ તદ્દેશ જ્ઞાત છે. (૨) ઉપાલક્ષ્મ આહરણ તદેશ– અપરાધીને મીઠા વચનોથી ઉપાલંભ આપવો તે આહરણ તદ્દેશ જ્ઞાત છે. આ રીતે કહેવાથી કોઈ કુમાર્ગથી સન્માર્ગે આવી જાય છે. જેમ કે ચંદનબાલાએ મૃગાવતી સાધ્વીને ઉપાલંભ આપ્યો. રાજેમતીએ રથનેમિને ઉપાલંભ આપી સંયમમાં સ્થિર કર્યા. તે ઉપાલંભ આહરણ તદેશ જ્ઞાત છે. (૩) પૃચ્છા આહરણ તદ્દેશ-જે દષ્ટાંતમાં 'આ કોણે કર્યુ? શા માટે કર્યું વગેરે પ્રશ્નોનો સમાવેશ થાય છે. કોઈ અજાણ્યા વિષયને સમજાવવા માટે, પોતાની શંકાઓ દૂર કરવા અથવા જનતાને સમજાવવા પોતાના વિષયમાં અથવા બીજાના વિષયમાં જ્ઞાની ભગવંતોને પૂછવું. જેમ કે શંખ શ્રાવકે પૂછ્યું– ભગવન્! કષાયનું શું ફળ છે?ઉત્તર સાંભળીને પુષ્કલી આદિ શ્રાવકોએ કષાયનો ત્યાગ કર્યો. (૪) નિશ્રાવચન આહરણ તદેશ– કોઈ સુયોગ્ય વ્યક્તિના દષ્ટાંતના માધ્યમે બીજાને બોધ આપવો. જેમ કે ભગવાને દ્રુમપત્ર નામના અધ્યયનમાં શ્રી ગૌતમ સ્વામીને સંબોધીને દષ્ટાંતો દ્વારા અન્ય શિષ્યોને અપ્રમત્તતાનો ઉપદેશ આપ્યો.