________________
| ૪૭૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કલ્યાણ ન થાય માટે. અહીં ચોખાની પ્રાપ્તિ અને ધર્મ કરવારૂપ બને જ્ઞાતિના કલ્યાણ અને ખરીદી એ બંને કારણ(હેતુ) છે. તેથી તે બંને દષ્ટાંત ઉત્પત્તિ જ્ઞાત કહેવાય છે. ચાર ભેદોનો આ વિસ્તાર વ્યાખ્યામાં બતાવ્યો છે. પ્રસ્તુતસૂત્રમાં જ્ઞાતિના ચાર ભેદ કહ્યા છે, તેનું વિવરણ આ પ્રમાણે છે(૧) આહરણ જ્ઞાત- જે અપ્રતીત અર્થને પ્રતીત કરાવે, જેના દ્વારા અજ્ઞાત એવા સાધ્યની પ્રતીતિ થાય. જે દષ્ટાંત દ્વારા સંપૂર્ણતયા દાન્તિકનું કથન કરાય. તે દષ્ટાંતને આહરણજ્ઞાત કહે છે. જેમ કે પાપ દુઃખ આપનાર છે, બ્રહ્મદત્ત ચક્રીની સમાન.
(૨) આહરણ તદેશ શાત-દષ્ટાન્તના એક દેશથી દાણાત્તિક અર્થ કહેવો. જેમ 'આનું મુખ ચંદ્ર જેવું છે.' અહીં ચંદ્રની કાંતિ અને સૌમ્યતાની જ વિવક્ષા છે પણ તેના કલંકની નહીં. આ એકદેશીય દષ્ટાંત સમજવું.
(૩) આહરણ તદોષજ્ઞાત- દષ્ટાંત સાધ્યવિકલ આદિ દોષોથી યુક્ત હોય તો તે દષ્ટાંતને આહરણતદોષ જ્ઞાત કહેવાય છે. જેમ કે શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી. જેમ કે– ઘટ. અહીં 'ઘટ' તે દષ્ટાંત છે અને તે દાંત સાધ્ય સાધન વિકલતા દોષ યુક્ત છે, ઘટ મનુષ્ય બનાવે છે તેથી તે નિત્ય નથી અને રૂપ વગેરેથી યુક્ત છે અતઃ અમૂર્ત પણ નથી.
(૪) ઉપન્યાસોપનય જ્ઞાત- વાદી પોતાના અભિષ્ટ અર્થને સિદ્ધ કરવા દષ્ટાંત આપે તે દષ્ટાંત અન્ય દોષોમાં પણ સાધ્યને સિદ્ધ કરી નાખે તો તે ઉપન્યાસોપનય કહેવાય. આત્મા અકર્તા છે કારણ કે અમૂર્ત છે, જેમ કે આકાશ. પ્રતિવાદી તેનું ખંડન કરવા આ દષ્ટાંત દ્વારા 'આકાશ'નો આશ્રય લઈ કહી શકાશે કે આત્મા આકાશની સમાન અકર્તા છે તો આકાશની સમાન અભોક્તા પણ હોવો જોઈએ.
(૧) આહરણના ચાર ભેદોનું સ્પષ્ટીકરણ :(૧) અપાય આહરણ– હેય ધર્મનું જ્ઞાન કરાવનારું દષ્ટાંત અપાય આહરણ કહેવાય છે. ટીકાકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તેના ચાર ભેદ કરીને કથાનકો દ્વારા તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
દ્રવ્ય અપાય- કોઈ દ્રવ્યથી અનર્થ થાય, અનિષ્ટની પ્રાપ્તિ થાય તો તે દ્રવ્યઅપાય કહેવાય છે. બે વણિક ભાઈઓ પરદેશ જઈ ધન ઉપાર્જન કરી, પાછા આવતા હતા. તે ધન પર કબજો મેળવવા બંનેના મન મલીન થયા. ધનનો ખરાબ પ્રભાવ જાણી, જળાશયમાં ધન ફેંકી દીધું. મત્સ્ય તે ધન ગળી ગયું. માછીમારે મત્સ્યને પકડી, વેચ્યું. ઘેર આવેલા મત્સ્યને બહેને ચીર્ય, તેમાંથી ધન મળતા તેની મતિ ફરી ગઈ અને માતાને મારી નાંખી. આ વાત જ્યારે બંને વણિક ભાઈઓએ સાંભળી ત્યારે સંસારથી વિરક્ત બન્યા. આ દ્રવ્ય અપાયનું દષ્ટાંત છે. ક્ષેત્ર અપાય- સર્પવાળા, શત્રુવાળા સ્થાનમાં રહેવું તે ક્ષેત્ર અપાય છે. પ્રતિવાસુદેવ જરાસંધ દ્વારા અપાય-અનર્થની સંભાવનાથી દશાહએ શૌર્યપુર છોડી દીધું હતું. આ ક્ષેત્ર અપાયનું દાંત છે. કાળ અપાય- ૧૨ વર્ષ પછી દ્વૈપાયનઋષિ દ્વારા દ્વારકા નાશ પામશે. તેવી ભવિષ્યવાણી સાંભળી, કાલ અપાયના ત્યાગ માટે દ્વૈપાયનઋષિ દ્વારકા છોડી ઉત્તર પથમાં ચાલ્યા ગયા હતા. ભાવ અપાય- ચંડ કૌશિકની જેમ ક્રોધ ભાવનો ત્યાગ કરવો તે ભાવ અપાય છે.