________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
_
[ ૪૭૫ ]
પડશે, હેરા ભાવાર્થ :- ઉપન્યાસોપનય દષ્ટાંત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તવસ્તુક (૨) તદ વસ્તુક (૩) પ્રતિનિભ (૪) હેતુ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનુમાનના અંગભૂત દષ્ટાંતના ભેદ પ્રભેદો સૂચિત કર્યા છે.
TE:-જ્ઞાત એટલે દષ્ટાંત. 'જ્ઞાત' ના ચાર પ્રકાર છે– (૧) દષ્ટાંત (૨) આખ્યાનક (૩) ઉપમાન માત્ર (૪) ઉપપત્તિ માત્ર.
દષ્ટાંત :- ભાવાત્મક વિષયના વર્ણન સમયે સામાન્યજનને તે વિષય સમજાવવા, બુદ્ધિગમ્ય કરાવવા, ઈષ્ટ અર્થનો બોધ કરાવવા, તત્સદશ અન્ય વસ્તુનું કથન કરવામાં આવે તેને દષ્ટાંત કહે છે. આ દષ્ટાંત, આખ્યાનક વગેરે લોકોમાં જ્ઞાત, પ્રસિદ્ધ હોય છે, લોકો જાણતા હોય છે, તે દ્વારા અજ્ઞાત વિષયનું જ્ઞાન કરાવાય છે, તેથી દૃષ્ટાંત વગેરેને જ્ઞાત કહે છે.
ન્યાયશાસ્ત્ર અનુસાર સાધન હોવા પર સાધ્યનો સદ્ભાવ અને સાધ્યના અભાવમાં સાધનનો અભાવ જ્યાં બતાવાય તેને દષ્ટાંત કહે છે. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, જેમ કે રસોડું. જ્યાં
જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન હોય, જેમ કે તળાવ. અહીં રસોડું અને તળાવ બંને દષ્ટાંત છે. અગ્નિ સાધ્ય અને ધુમાડો સાધન, તે બંને રસોડામાં સાથે જોવાથી અગ્નિઅને ધુમાડાનો સાહચર્ય સંબંધ સમજી શકાય છે. તેથી 'રસોડું' તે સાધર્મ દષ્ટાંત છે. તળાવમાં અગ્નિ અને ધૂમાડો બંનેનો અભાવ જોઈ સાધ્યના અભાવમાં સાધનનો અભાવ સમજાય જાય છે માટે તળાવ તે વૈધર્મ દષ્ટાંત છે. આખ્યાનક:- આખ્યાનક એટલે કથાનક. તેના બે પ્રકાર છે– ચરિત અને કલ્પિત. કોઈ વ્યક્તિવિશેષના જીવન પ્રસંગ, જીવન વૃત્તાંત ઉદાહરણરૂપે આપવામાં આવે તે ચરિત્ર આખ્યાનક છે. જેમ કે નિદાનનું દુષ્કળ બતાવવા બ્રહ્મદત્તનું દષ્ટાંત આપવું. કલ્પના દ્વારા કોઈ તથ્યને પ્રગટ કરવું તેને કલ્પિત આખ્યાનક કહે છે. જેમ કે પીપળાના પાકા પાનને ખરતાં જોઈ, કુંપળીઓ હસે છે, ત્યારે કંપનીઓને હસતાં જોઈ, પાન કહે છે–"મજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીઆ." આ દષ્ટાંત કલ્પિત છતાં શરીર આદિની અનિત્યતાનું બોધક છે. તેથી તે કલ્પિત આખ્યાનક કહેવાય છે.
ઉપમાન - ઉપમાન માત્રને જ્ઞાત કહે છે. જેમ કે તેના હાથ કમળ જેવા કોમળ છે. કોઈ અતિ દુબળો છોકરો હોય, તેને જોઈને કહેવું કે 'આ તો સોટી જેવો છે.' અહીં કમળ અને સોટી ઉપમાન છે. તે બંને ઉપમાન જ્ઞાત છે. તેના દ્વારા ઉપમેયનું જ્ઞાન થાય છે.
ઉત્પત્તિ - જ્ઞાતના હેતુ રૂપ જે હોય તે. જેમ કે કોઈ ચોખા ખરીદનારને પૂછે ધાન્ય શા માટે ખરીદો છો?' તે ઉત્તર આપે ખરીદ્યા વિના ન મળે માટે' અથવા કોઈ પૂછે કે ધર્મ શા માટે? ઉત્તર મળે ધર્મ વિના