________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
[ ૪૭૩]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બાદર જીવોના સ્કૂલ શરીરનું પણ ચક્ષુ અગ્રાહ્યત્વ દર્શાવ્યું છે. બાદર પૃથ્વી, પાણી વગેરેનું એક શરીર ચક્ષુથી દેખાતું નથી. તેનું કારણ એ છે કે આ ચારે કાયમાં એક–એક જીવોના શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તે જીવોની અવગાહના અત્યંત અલ્પ હોવાથી એક જીવનું શરીર ચર્મચક્ષુથી ગ્રાહ્ય બનતું નથી પરંતુ જ્યારે અસંખ્યાત જીવોના શરીર સમુદાય રૂપે ભેગા થાય ત્યારે જ તે ચક્ષુગ્રાહ્ય બને છે. ગોલુપસંદ-ચર્મચક્ષુથી ન દેખાવું અર્થાત્ સામાન્ય રીતે જીવ તેને જોઈ શકતા નથી પરંતુ અવધિજ્ઞાની, કેવળ જ્ઞાની વગેરે વિશિષ્ટ જ્ઞાની દ્વારા જ તે જોઈ શકાય છે. માટે તે એક જીવના શરીર સુપશ્ય નથી પરંતુ દુઃ૫શ્ય છે. પૃષ્ટ વિષય ગ્રાહક (પ્રાપ્યકારી) ચાર ઈદ્રિયો :९० चत्तारि इंदियत्था पुट्ठा वेदेति, तं जहा- सोइंदियत्थे, घाणिदियत्थे, जिभिदि- यत्थे, फासिंदियत्थे । ભાવાર્થ :- ચાર ઈન્દ્રિયો સ્પષ્ટ વિષયને ગ્રહણ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિયનો વિષય (૨) ધ્રાણેન્દ્રિયનો વિષય (૩) રસનેન્દ્રિયનો વિષય (૪) સ્પર્શેન્દ્રિયનો વિષય.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઈદ્રિયની વિષય ગ્રહણ કરવાની તરતમતાનો ઉલ્લેખ છે.
સ્પષ્ટ વિષય :- પદાર્થ અને ઈદ્રિયનો સંયોગ થાય તેને સ્પષ્ટ–પ્રવિષ્ટ વિષય કહે છે. શ્રોતેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, આ ચાર ઈદ્રિય પૃષ્ટ વિષયને ગ્રહણ કરે છે. ચક્ષુરિન્દ્રિય અસ્કૃષ્ટ (અપ્રવિષ્ટ) વિષયને ગ્રહણ કરે છે. લોકની બહાર જીવ-પુદ્ગલની અગતિના કારણો નિરોધ :|९१ चउहिं ठाणेहिं जीवा य पोग्गला य णो संचाएंति बहिया लोगंता गमणयाएतं जहा- गइअभावेणं, णिरुवग्गहयाए, लुक्खत्ताए, लोगाणुभावेणं । ભાવાર્થ :- ચાર કારણે જીવ અને પુદ્ગલ લોકાત્તની બહાર જવા સમર્થ નથી, તે આ પ્રમાણે છે– (૧) ગતિના અભાવે (૨) નિરુપગ્રહતાથી–સહાયકના અભાવે (૩) રુક્ષતાના કારણે (૪) લોકસ્વભાવથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકની બહાર જીવ અને પુદ્ગલની ગતિ નિરોધના કારણો દર્શાવ્યા છે.