________________
૪૭૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
અખંડ દ્રવ્ય છે. તેથી તે લોક સ્પષ્ટ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય અનેક દ્રવ્ય છે. તેમ છતાં આખા લોકમાં વ્યાપ્ત છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં વ્યાપ્ત છે અને પુદ્ગલદ્રવ્ય પણ સંપૂર્ણ લોકાકાશમાં ભરેલું છે.
બાદર જીવો લોકના દેશભાગમાં જ છે પરંતુ બાદર પૃથ્વી, પાણી, વાયુ અને વનસ્પતિના જીવો સમસ્ત લોકમાંથી ઉદ્વર્તન કરીને, પૃથ્વી આદિ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થાનમાં સમયે સમયે અસંખ્યાત જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. તે સર્વ વાટે વહેતા અપર્યાપ્તા જીવોની અપેક્ષાએ તે ચારે પ્રકારના પૃથ્વી આદિ જીવોથી સમગ્ર લોક સ્પષ્ટ છે, તે પ્રમાણે કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં ઉપપાતની અપેક્ષાએ બાદર પૃથ્વી આદિના અપર્યાપ્તા જીવોનું સ્થાન સમસ્ત લોકમાં કહ્યું છે. બાદર તૈજસકાય અપર્યાપ્તા જીવોના ઉત્પત્તિસ્થાન ઉર્ધ્વકપાટસ્થ તિર્યગલોકમાં જ છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં તેનું કથન કર્યું નથી. સમાનપદેશી દ્રવ્યો :८८ चत्तारि पएसग्गेणं तुल्ला पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थिकाए लोगागासे, एगजीवे । ભાવાર્થ-ચાર દ્રવ્ય પ્રદેશ પરિમાણની અપેક્ષાએ તુલ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) લોકાકાશ (૪) એકજીવ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તુલ્યપ્રદેશી ચાર દ્રવ્યનું કથન છે. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે અને તે પરસ્પર તુલ્ય પ્રદેશવાળા છે. દ્રવ્યના નિર્વિભાગ અંશને પ્રદેશ કહે છે.
આકાશ દ્રવ્યના અનંત પ્રદેશ છે. લોકમાં જેટલું આકાશ વ્યાપ્ત છે, તે લોકાકાશ કહેવાય છે. લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશ તુલ્ય અસંખ્યાત પ્રદેશ એક–એક જીવના છે. અનંત જીવોના પ્રદેશ તો અનંત થાય. તેથી સૂત્રમાં જીવ પ્રદેશ ન કહેતાં એક જીવનું કથન છે.
ચક્ષુ અગ્રાહ્ય એકેન્દ્રિય શરીર :८९ चउण्हमेगं सरीरं णो सुपस्सं भवइ, तं जहा- पुढविकाइयाणं, आउकाइयाणं, तेउकाइयाणं, वणस्सइकाइयाणं । ભાવાર્થ - ચાર સ્થાવર કાયના એક–એક જીવોનું એક શરીર સુપશ્ય(સહજ દ્રશ્ય)હોતું નથી, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયિક જીવોનું (૨) અષ્કાયિક જીવોનું (૩) તૈકાયિક જીવોનું (૪) સાધારણ વનસ્પતિકાયિક જીવોનું.