________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૭૧ |
દારિક શરીર
ભાવાર્થ :- ચાર શરીર કાર્પણ શરીરથી મિશ્રિત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવની શરીર સાથે સ્પર્શના અને કાશ્મણ શરીરની અન્ય શરીર સાથેની મિશ્રિતતાનો ઉલ્લેખ છે. જીવ સ્પષ્ટ શરીર - વૈક્રિય આદિ ચારે શરીરને જીવ સ્પષ્ટ કહ્યા છે. આ ચારે શરીરમાં જીવ હંમેશાં હોય છે. જીવ રહિત વૈક્રિય આદિ શરીરની સત્તાનો સંભવ નથી. જ્યારે આયુષ્ય પૂર્ણ થાય અને શરીરમાંથી જીવ નીકળી જાય, જીવ અન્ય ગતિમાં જાય ત્યારે તે તે છોડેલા વૈક્રિય આદિ શરીર તુરંત જ વિખેરાય જાય છે. ઔદારિક શરીરની સ્થિતિ જુદી છે. નિર્જીવ ઔદારિક શરીર અમુક સમય પડયું રહે છે. તત્કાલ તેનું વિઘટન(નાશ) થતું નથી. ઔદારિક શરીર પ્રયત્ન વિશેષથી લાંબા કાળ સુધી જીવ વિના પણ ટકી શકે છે. તેથી જ અહીં તે સિવાય શેષ ચાર શરીરને જીવસૃષ્ટ કહ્યા છે. કાર્પણ સંયુક્ત શરીર :- ચારે શરીરને કાશ્મણ શરીરથી સંયુક્ત કહ્યા છે. કારણ કે એકલું કાર્પણ શરીર ક્યારે ય હોતું નથી. કોઈ પણ ગતિમાં કાર્પણ શરીર, ઔદારિક આદિ ચારે શરીરમાંથી કોઈ પણ એક—બે અથવા ત્રણ સાથે સમિશ્ર, સંયુક્ત જ હોય છે. આ કારણે ચાર શરીરોને કાર્પણ શરીર સંયુક્ત કહ્યા છે. લોક સ્પર્શિત અસ્તિકાય અને સ્થાવર જીવ :८६ चउहिं अत्थिकाएहिं लोगे फुडे पण्णत्ते, तं जहा- धम्मत्थिकाएणं, अधम्मत्थि काएणं, जीवत्थिकाएण, पुग्गलत्थिकाएणं । ભાવાર્થ :- ચાર અસ્તિકાયથી સર્વ લોક પૃષ્ટ(વ્યાપ્ત) છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) જીવાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય. ८७ चउहिं बादरकाएहिं उववज्जमाणेहिं लोगे फुडे पण्णत्ते, तं जहापुढवि काइएहिं, आउकाइएहिं, वाउकाइएहिं, वणस्सइकाइएहिं । ભાવાર્થ :- નિરંતર ઉત્પન્ન થનારા ચાર અપર્યાપ્ત બાદરકાયિક જીવોથી લોક સ્પષ્ટ છે, તે આ પ્રમાણે છે– (૧) બાદર પૃથ્વીકાયિક જીવો (૨) બાદર અપ્લાયિક જીવો (૩) બાદર વાયુકાયિક જીવો (૪) બાદર વનસ્પતિકાયિક જીવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોક વ્યાપ્ત દ્રવ્યોનું કથન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આખા લોકમાં વ્યાપ્ત