________________
૪૬૮ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
મહાવિમાન આવે છે. પાંચ અનુત્તર વિમાનમાં આ વિમાન સર્વ શ્રેષ્ઠ છે. આ વિમાનની લંબાઈ– પહોળાઈ એક લાખ યોજન પ્રમાણ છે. તેની ચારે દિશામાં વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર વિમાન. (૧) સીમન્તક નરકાવાસઃ- તે પહેલી નરકના પ્રથમ પ્રસ્તટમાં છે. તે ૪૫ લાખ યોજનનો છે. (૨) સમયક્ષેત્ર – જેટલા ક્ષેત્રમાં વ્યવહારકાળ પ્રવર્તે છે તે ક્ષેત્ર સમયક્ષેત્ર કહેવાય છે. અઢી દ્વીપમાં જ વ્યવહારકાળ છે અને મનુષ્યો પણ અઢી દ્વીપ ક્ષેત્રમાં છે. સમય ક્ષેત્ર(મનુષ્યક્ષેત્ર કે અઢીદ્વીપ) ૪૫ લાખ યોજન પ્રમાણ છે. (૩) ઈષ~ાગભારા - ઉર્ધ્વલોકમાં આવેલી, સિદ્ધ ક્ષેત્રની સમીપવર્તી પૃથ્વી ઈષત્રાગભારા' પૃથ્વી કહેવાય છે. રત્નપ્રભા વગેરે પૃથ્વીની અપેક્ષાએ ઊંચાઈ આદિમાં અલ્પ હોવાથી તેને ઈષ~ાગભારા' કહે છે. તે ૪૫ લાખ યોજનની છે. (૪) ઉડુ વિમાન :- પ્રથમ દેવલોકના પહેલા પ્રસ્તટમાં ઉડુ વિમાન છે. તે ૪૫ લાખ યોજન પ્રમાણ છે.
આ ચારે સ્થાનના ચારે દિશારૂપ પક્ષ સમાન છે. તેથી તેને સપક્ષ અને સમાન દિશા યુક્ત હોવાથી સપ્રતિદિક કહ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે તે ચારે ય સમાન છે તથા લોકમાં એક સમાન સીધાઈમાં ઉપર નીચે રહેલા છે.
એક લાખ અને ૪૫ લાખની આ ચાર વસ્તુઓમાંથી ત્રણ-ત્રણ વસ્તુ ત્રીજા સ્થાનમાં કહી છે. તેમાં એક–એક વૃદ્ધિ કરીને અહીં ચોથા સ્થાનમાં તેવી ચાર-ચાર વસ્તુઓ કહી છે. એક લાખમાં ચોથી વસ્તુ પાલક યાનવિમાન છે. અને ૪૫ લાખમાં ચોથી વસ્તુ ઉડુ વિમાન છે. સંખ્યામૂલક આ શાસ્ત્રમાં
અનેક વિષય એવા છે કે જેનો આ રીતે બે વાર કે અનેક વાર ઉલ્લેખ થયો છે. દ્વિશરીરી-એકાવતારી જીવો -
८१ उड्डलोए णं चत्तारि बिसरीरा पण्णत्ता तं जहा- पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया, उराला तसा पाणा । एवं अहोलोए वि चत्तारि बिसरीरा पण्णत्ता। एवं तिरियलोए वि । ભાવાર્થ :- ઉદ્ગલોકમાં ચાર જીવો બે શરીરી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અખાયિક (૩) વનસ્પતિકાયિક (૪) ઉદાર ત્રસ પ્રાણી. તેજ રીતે અધોલોકમાં પણ પૃથ્યાદિ ચાર પ્રકારના જીવોને દ્વિશરીરી કહ્યા છે. તેમજ તિરછાલોકમાં પણ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકાવતારી અર્થાત્ બે શરીરી જીવોનું દિગ્દર્શન કરાવ્યું છે.