________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
સિંહવૃત્તિથી દીક્ષા અંગીકાર કરી, પરીષહ–ઉપસર્ગો આવે ત્યારે ચલાયમાન ન થતાં સિંહવૃત્તિથી જ હિંમતપૂર્વક સહન કરે છે. (૨) કેટલાક સાધક દીક્ષા સમયે અદમ્ય ઉત્સાહ, સાહસ ધરાવતા હોય પણ પરીષહ–ઉપસર્ગ સહન કરવામાં શિથિલ બની જાય, તે શિયાળની જેમ સંયમ નિભાવે છે. (૩) કેટલાક સાધક દીક્ષા ગ્રહણ સમયે શિથિલ હોય પણ સંયમ સ્વીકાર્યા પછી સિંહની જેમ શૂરવીરતાથી પાલન કરે. (૪) કેટલાક સાધક શિયાળની જેમ શિથિલ ભાવે સંયમ સ્વીકારે અને શિથિલ ભાવથી સંયમ જીવન વ્યતીત કરે.
લોકના સમાન સ્થાનો ઃ
७९ चत्तारि लोगे समा पण्णत्ता, तं जहा- अपइट्ठाणे णरए, जंबुद्दीवे दीवे, पालए जाणविमाणे, सव्वट्ठसिद्धे महाविमाणे ।
૪૬૭
ભાવાર્થ :- લોકમાં ચાર સ્થાન સમાન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અપ્રતિષ્ઠાન નરક (૨) જંબુદ્રીપ નામનો દ્વીપ (૩) પાલક યાનવિમાન (૪) સર્વાર્થસિદ્ધ મહાવિમાન.
८० चत्तारि लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा - सीमंतए ગર, સમયત્ત્વેત્તે, ડુવિમાળે, સીપમારા પુજવી ।
ભાવાર્થ :- લોકમાંચાર સ્થાન સમ–સમાન વિસ્તારવાળા, સપક્ષ–સમાન પાર્શ્વવાળા અને સપ્રતિદિશસમાન દિશા અને વિદિશાવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સીમંતક નરક (૨) સમયક્ષેત્ર (૩) ઉડુ વિમાન (૪) ઈષત્ પ્રાભારા પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકગત સમાન વિસ્તારવાળી ચાર–ચાર વસ્તુનું નિરૂપણ છે.
(૧) અપ્રતિષ્ઠાન નરકાવાસ :– સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. રૌદ્ર, મહા રૌદ્ર, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. અપ્રતિષ્ઠાન નરકાવાસ મધ્યમાં છે અને તે એક લાખ યોજનનો છે.
(૨) જંબૂતીપ :– તે અપ્રતિષ્ઠાન નરકાવાસથી, સાત રાજુ ઉપર જંબુદ્રીપ નામનો દ્વીપ છે. તે લંબાઈ– પહોળાઈમાં એક લાખ યોજનનો છે.
(૩) પાલક યાનવિમાન :– સૌધર્મ દેવલોકના અધિપતિ શક્રેન્દ્ર તીર્થંકરોના જન્મ મહોત્સવ વગેરે પ્રસંગે જ્યારે મધ્યલોકમાં આવે છે ત્યારે તે પાલક વિમાનમાં બેસીને આવે છે. તેથી તેને યાનવિમાન કહ્યું
છે.
(૪) સર્વાર્થસિદ્ધ વિમાન – જંબુદ્રીપથી કંઈક ન્યૂન સાતરાજુ પ્રમાણ ઉપર જઈએ, ત્યારે સર્વાર્થસિદ્ધ
: