________________
૪s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આદિ ગુણથી યુક્ત હોય છે. અશ્વના આ ગુણ સાથે તુલના કરીને મનુષ્યમાં રહેલા તે ગુણોને પ્રકટ કર્યા છે. આg :- આકીર્ણ – વેગવંત, શિક્ષિત, વિનય યુક્ત અશ્વ 'આકીર્ણ' કહેવાય. તેમજ બુદ્ધિમાન, વિનયાદિ ગુણ યુક્ત મનુષ્ય આકર્ણ કહેવાય. હતું = મંદગતિ, અશિક્ષિત, અવિનીત–અડિયલ અશ્વ ખલુંક કહેવાય. તેમજ મંદબુદ્ધિ, વિનયાદિ ગુણ રહિત મનુષ્ય 'ખલુંક' કહેવાય. બાફy Mીમને હતુંવત્તા વદ – આ ભંગનું તાત્પર્ય એ છે કે વિનીત અશ્વ પણ સવારની અયોગ્યતાના કારણે ચાલવામાં અવિનીત થઈ જાય છે. તેમજ અયોગ્ય કે અલ્પ પુણ્યવાળા અનુશાસ્તાના કારણે વિનય સંપન્ન શિષ્ય પણ અવિનયનો વ્યવહાર કરે છે. પરસ્પરના સંયોગે વ્યક્તિની પ્રવૃત્તિમાં કંઈક પરિવર્તન શક્ય છે.
પ્રસ્તુત સૂત્રોમાં અશ્વની કુલ ૧૨ ચૌભંગીઓ કહી છે. (૧) પહેલાં અને પછી વિનીત અવિનીતની ચૌભંગી (ર) વિનીત અવિનીતની ચાલ સંબંધી ચૌભંગી. ત્યારપછી જાતિ, કુળ, બળ, રૂપ, જય આ પાંચ બોલના દ્રિકસંયોગથી ૧૦ ચૌભંગી કહી છે. જેમ કે
જાતિ-કુળ, જાતિ–બળ, જાતિ-રૂપ, જાતિ-જય, કુળ–બળ, કુળ-રૂપ કુળ-જય, બળ-રૂપ, બળ-જય, રૂપ-જય. આ ૧૨ ચૌભંગી અશ્વ પક્ષમાં અને ૧૨ ચૌભંગી પુરુષ પક્ષમાં કુલ ૨૪ ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સિંહ-શિયાળ વૃત્તિથી સંયમ પાલન :|७८ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा-सीहत्ताए णाममेगे णिक्खंते सीहत्ताए विहरइ, सीहत्ताए णाममेगे णिक्खते सीयालत्ताए विहरइ, सीयालत्ताए णाममेगे णिक्खते सीहत्ताए विहरइ, सीयालत्ताए णाममेगे णिक्खते सीयालत्ताए विहरइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પ્રવ્રજ્યા પાલક પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સિંહ વૃત્તિથી વૈરાગ્ય વીરતા સાથે (સિંહની જેમ) દીક્ષા લે અને સિંહ વૃત્તિથી પાળે. (૨) કોઈ પુરુષ સિંહ વૃત્તિથી દીક્ષા લે પરંતુ શિયાળ વૃત્તિથી (કાયરતાથી) પાળે. (૩) કોઈ પુરુષ શિયાળ વૃત્તિથી દીક્ષા લે પરંતુ સિંહ વૃત્તિથી પાળે. (૪) કોઈ પુરુષ શિયાળ વૃત્તિથી દીક્ષા લે અને શિયાળ વૃત્તિથી જ પાળે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીક્ષિત સાધકની મનોદશા દર્શાવી છે. ચૌભંગીનું તાત્પર્ય :- (૧) કેટલાક સાધક પરાક્રમ, સાહસ પૂર્વક સંયમનું યથાર્થ પાલન કરીશ તેવી