________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૬૯
દ્વિશરીરીઃ- જે જીવોને હવે પછી એક જ શરીર ધારણ કરવાનું છે. અત્યારે જે ગતિમાં હોય તે એક શરીર અને ત્યારપછીના મનુષ્યભવનું એક શરીર; આ રીતે બે શરીર પ્રાપ્ત કરી, જે જીવ મોક્ષે જાય, તેને બે શરીરી કહ્યા છે.
આ સુત્રોમાં છ કાયિક જીવોમાંથી અગ્નિકાયિક અને વાયુકાયિક જીવોને ગ્રહણ કર્યા નથી. કારણ કે તે જીવો મરીને, મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, મોક્ષે જતા નથી તેથી તે દ્વિશરીરી નથી.
સૂત્રમાં ત્રસ જીવો સાથે 'ઉદાર' વિશેષણ છે. તેથી તેમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ગ્રહણ કર્યા છે કારણ કે વિકસેન્દ્રિય ત્રસપ્રાણી મનુષ્યભવ તો પ્રાપ્ત કરી શકે છે પણ તેઓ ત્યાં સિદ્ધ થતાં નથી. તેથી દ્વિશરીરીમાં તેનો સમાવેશ થતો નથી.
પરીષહાદિ સમયે સાધકનું સત્ત્વ :८२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- हिरिसत्ते, हिरिमणसत्ते, चलसत्ते, थिरसत्ते । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) હીસત્ત્વ (૨) મનસત્ત્વ (૩) ચલસત્ત્વ (૪) સ્થિરસન્વ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માનવીય સત્ત્વની તરતમતા નિર્દિષ્ટ છે.
હી સત્ત્વ – હી = લજ્જા, સત્ત્વ = સામર્થ્ય, શક્તિ, માનસિક વૈર્ય, મનોબળ. લજ્જાથી ઉત્પન્ન થતાં સામર્થ્યને હી સત્ત્વ કહે છે. જેમ કોઈ યોદ્ધો યુદ્ધ મેદાનમાંથી પાછો ફરીશ તો લોકો હાંસી કરશે, આ પ્રકારની લજ્જાના કારણે તેનામાં સત્ત્વ–બળ ઉત્પન્ન થાય છે. લોક લાજના કારણે તે માનસિક વૈર્યથી સંપન્ન થાય છે. તે પોતાના શરીર અને મનમાં ભયના લક્ષણ પ્રગટ થવા દેતા નથી. તેમ સાધક પણ પરીષહ- ઉપસર્ગાદિ આવે ત્યારે લોક લાજથી તે સહન કરી લે, લજ્જાથી મનને દઢ બનાવે તે હીસત્ત્વ કહેવાય.
હી મન સત્વ- લ્હી મન સત્ત્વવાન વ્યક્તિ લજ્જાથી સત્ત્વ, બળ ઉત્પન્નો કરે પરંતુ તેના શરીરમાં ભયના લક્ષણ પ્રગટ થઈ જાય છે. શત્રુને જોઈ વિહ્વળ બની જાય, શરીર કાંપવા લાગે વગેરે ભયજનક લક્ષણ પ્રગટ થાય છે.
હી સત્વ અને હી મન સત્વ, આ બંને સત્ત્વનો આધાર લોકલાજ જ છે. કેટલાક લોકો આંતરિક સત્ત્વથી વિચલિત થવા છતાં લજ્જાવશ સત્ત્વ ટકાવી રાખે છે. ભયને પ્રદર્શિત કરતા નથી. હૃી સર્વ વાળા શરીર અને મન, આ બંનેમાં ભયના લક્ષણ પ્રગટ થવા દેતા નથી.