________________
૪૬૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
તથા માયા અને લોભથી ઘટે.
વિનીતાદિ અશ્ર્વ તથા પુરુષની ચૌભંગીઓ :
७१ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णे, आइण्णे, णाममेगे खलुंके, खलुंके णाममेगे आइण्णे, खलुंके णाममेगे खलुंके । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પહેલાં ગુણવાન, વિનીત હોય પછી પણ વિનીત રહે (૨) કોઈ પહેલાં વિનીત હોય પછી અવિનીત થઈ જાય (૩) કોઈ પહેલાં અવિનીત હોય પછી વિનીત થઈ જાય (૪) કોઈ પહેલાં અવિનીત હોય અને પછી પણ અવિનીત રહે.
તે જ રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પહેલાં વિનીત અને પછી પણ વિનીત વગેરે ચાર ભંગ કહેવા.
७२ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- आइण्णे णाममेगे आइण्णयाए वहइ, आइण्णे णाममेगे खलुंकत्ताए वहइ, खलुंके णाममेगे आइण्णत्ताए वहइ, खलुंके णाममेगे खलुंकत्ताए वहइ । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - आइण्णे णाममेगे आइण्णयाए वहइ, चभंगो |
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ અશ્વ વિનીત હોય અને વિનીત ભાવથી ચાલે (૨) કોઈ વિનીત છે પણ સવારના કારણે અવિનયથી ચાલે (૩) કોઈ અવિનીત હોય પણ સવારના કારણે વિનયથી ચાલે (૪) કોઈ અવિનીત હોય અને અવિનયથી જ ચાલે.
તે જ રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ વિનીત હોય અને વિનયભાવથી પ્રવૃત્તિ કરે વગેરે ચાર ભંગ કહેવા. સવારની જગ્યાએ અનુશાસક, અનુશાસ્તાને કારણભૂત
સમજવા.
|७३ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपणे णाममेगे णो कुलसंपण्णे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो कुलसंपण्णे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ઘોડા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે— (૧) કોઈ જાતિ સંપન્ન હોય પણ કુળ સંપન્ન ન હોય, વગેરે ચાર ચાર ભંગ અશ્વ અને પુરુષના કહેવા. ७४ चत्तारि कंथगा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो बलसंपण्णे,