________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૬૩ |
આ ભવના સુખની અપેક્ષા ન રાખનાર જિનકલ્પી, પડિમાધારી આદિ અથવા બાલ તપસ્વી. રૂદત્યેપરત્વે = ઉભયલક્ષી, સ્થવિરકલ્પી સંયમ સાધક અથવા શ્રાવક. ૩માં અન = અજ્ઞાની, મૂઢજન.
કેટલાક મનુષ્ય આ મનુષ્યભવ સંબંધિત પ્રયોજનવાળા હોય અથવા તેને આ લોકમાં જ આસ્થા હોય પરંતુ પરલોક–અન્ય દેવાદિ ભવનું પ્રયોજન કે આસ્થા રાખતા નથી. તાત્પર્ય એ છે કે ઈહત્યે અને પરત્વે શબ્દથી ક્રમશઃ અજ્ઞાની જીવોની અને જ્ઞાની જીવોની અથવા વિવેકી–અવિવેકી પુરુષોની ચૌભંગી કહી છે.
ગુણોની હાનિ-વૃદ્ધિની ચૌભંગી :
७० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- एगेणं णाममेगे वड्डइ एगेणं हायइ, एगेणं णाममेगे वड्डइ दोहिं हायइ, दोहिं णाममेगे वड्डइ एगेण हायइ, दोहिं णाममेगे वड्डइ दोहिं हायइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ એક ગુણની વૃદ્ધિ કરે અને એક ગુણની હાનિ કરે (૨) કોઈ પુરુષ એક ગુણની વૃદ્ધિ કરે, બે ગુણની હાનિ કરે (૩) કોઈ પુરુષ બે ગુણની વૃદ્ધિ કરે, એક ગુણની હાનિ કરે (૪) કોઈ પુરુષ બે ગુણની વૃદ્ધિ કરે અને બે ગુણની હાનિ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે કોઈ પણ વિશેષણ વિના એક અને બે શબ્દ પ્રયોગ સાથે હાનિ-વૃદ્ધિ કહી છે. તેથી અનેક ગુણો, અનેક ઘટકોના આધારે આ ચૌભંગી ઘટાવી શકાય. શાસ્ત્રાભ્યાસ, સમ્યગુદર્શન, વિનય, જ્ઞાન, સંયમ, રાગ, ક્રોધ, માન વગેરે ગુણ, અવગુણની હાનિ-વૃદ્ધિ સૂચવતી ચૌભંગીઓ બને છે.
વ્યાખ્યામાં આ ચૌભંગીના ત્રણ પ્રકારે અર્થ ઘટિત કર્યા છે– (૧) શ્રુત, અનુષ્ઠાન અને પ્રતિપક્ષમાં સમ્યગદર્શન, વિનય, આ ચાર બોલોની ચૌભંગી. (૨) જ્ઞાન, સંયમ અને પ્રતિપક્ષમાં રાગદ્વેષ, આ ચાર બોલોની ચૌભંગી. (૩) ક્રોધમાન અને પ્રતિપક્ષમાં માયા લોભ, આ ચાર બોલોની ચૌભંગી.
પ્રથમ ચૌભંગી:- (૧) જ્ઞાન વધે, સમ્યગ્દર્શન ઘટે (૨) જ્ઞાન વધે, દર્શન અને વિનય ઘટે (૩) જ્ઞાન અને અનુષ્ઠાન વધે, દર્શન ઘટે (૪) જ્ઞાન અને અનુષ્ઠાન વધે, દર્શન અને વિનય ઘટે.
બીજી ચૌભંગીઃ - (૧) એક જ્ઞાનથી વધે છે અને એક રાગથી ઘટે.(૨)એક જ્ઞાનથી વધે છે અને રાગદ્વેષ, આ બેથી ઘટે (૩) જ્ઞાન અને સંયમ આ બે થી વધે અને એક રાગ થી ઘટે (૪) જ્ઞાન અને સંયમ આ બે થી વધે અને રાગ-દ્વેષ, આ બે થી ઘટે. ત્રીજી ચૌભંગીઃ - (૧) એક ક્રોધથી વધે અને એક માયાથી ઘટે. (૨) એક ક્રોધથી વધે અને માયા અને લોભ, આ બેથી ઘટે (૩) ક્રોધ અને માન બે થી વધે તથા માયાથી ઘટે (૪) ક્રોધ અને માન બેથી વધે છે