________________
દર
|
શ્રી ઠાણાગ સુત્ર-૧
રિયસ :- પરિજ્ઞાત સંજ્ઞ. પાપકાર્યોની સંજ્ઞા-મનોવૃત્તિને ત્યાગનાર.
સUM :- સંજ્ઞ શબ્દથી આહારાદિ ચાર સંજ્ઞાનો ત્યાગ વગેરે અર્થ કરવામાં આવે છે પરંતુ અહીં પાપકર્મના અને ગૃહવાસના ત્યાગના પ્રસંગે પાપકર્મની સંજ્ઞા-મનોવૃત્તિના ત્યાગનો અર્થ વિશેષ પ્રસંગોચિત છે.
આ ત્રણ ચૌભંગીઓમાં ત્રણ મુખ્ય વાત છે– (૧) પાપનો ત્યાગ (૨) પાપની મનોવૃત્તિનો ત્યાગ (૩) ગૃહવાસનો ત્યાગ. ત્રણ ચૌભંગીના બાર ભંગમાં કેટલાક ભંગ પ્રવ્રજિત માટે, કેટલાક ભંગ અપ્રવ્રજિત માટે અને કેટલાક દુષ્પવ્રજિત માટે છે, વ્યાખ્યામાં તે નિમ્ન પ્રકારે સૂચિત છે
(૧) પાપત્યાગી પણ પાપમનોવૃત્તિ અત્યાગી = દુષ્પવ્રજિત. (૨) પાપ અત્યાગી પણ પાપમનોવૃત્તિ ત્યાગી = આદર્શ શ્રમણોપાસક. (૩) ઉભય ત્યાગી = આદર્શ શ્રમણ. (૪) ઉભય અત્યાગી = સામાન્ય ગૃહસ્થ.
(૧) પાપત્યાગી પણ ગ્રહવાસ અત્યાગી = સામાયિક પૌષધયુક્ત શ્રમણોપાસક. (૨) પાપ અત્યાગી પણ દીક્ષિત = દુષ્પવ્રજિત. (૩) ઉભયત્યાગી = શ્રમણ (૪) ઉભય અત્યાગી = સામાન્ય ગૃહસ્થ.
(૧) પાપ મનોવૃત્તિ ત્યાગી, ગૃહવાસ અત્યાગી = આદર્શ શ્રમણોપાસક. (૨) પાપમનોવૃત્તિ અત્યાગી, ગૃહવાસ ત્યાગી, = દુષ્પવ્રજિત. (૩) ઉભયત્યાગી = સુશ્રમણ. (૪) ઉભય અત્યાગી = ગૃહસ્થ.
આ રીતે આ ચૌભંગીઓમાં વિભિન્ન અવસ્થાઓમાં રહેલા સાધુ, શ્રાવક અને સામાન્ય ગૃહસ્થનો. સમાવેશ કર્યો છે.
ઈહલોક પરલોકના લક્ષ્યવાળાની ચૌભંગી :६९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- इहत्थे णाममेगे णो परत्थे, परत्थे णाममेगे णो इहत्थे, एगे इहत्थे वि परत्थे वि, एगे णो इहत्थे णो परत्थे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ પુરુષ વર્તમાન ભવલક્ષી હોય પણ પરલોકલક્ષી ન હોય (૨) કોઈ પરલોકલક્ષી હોય પણ વર્તમાન ભવલક્ષી ન હોય (૩) કોઈ ઉભયલક્ષી હોય (૪) કોઈ પુરુષ અજ્ઞાન, અવિવેકના કારણે ઉભય અલક્ષી હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈહલૌકિક અને પરલૌકિક શ્રદ્ધા અને રુચિ રાખનાર પુરુષની ચૌભંગી કહી છે.
દલ્થ = મનુષ્યલોક સંબંધી પ્રયોજન, રુચિ, શ્રદ્ધાનો ભાવ રાખનાર; માત્ર વર્તમાનનું જ લક્ષ રાખનાર; આ લોકની આસ્થા રાખનાર; પરલોકનો વિચાર ન કરનાર; અજ્ઞાની ભોગપુરુષ. પરત્વ = દેવાદિ અન્યલોક, પરલોકનો વિચાર કરનાર; પારલૌકિક શ્રદ્ધા, રુચિ, આસ્થા રાખનાર; ઉત્કટ તપસ્વી,