________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૬૧
'ના.
सण्णे, परिण्णायसण्णे णाममेगे णो परिण्णायकम्मे, एगे परिण्णायकम्मे वि परिण्णाय सण्णे वि, एगे णो परिण्णायकम्मे णो परिण्णायसण्णे । ભાવાર્થ :-પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોને છોડે પણ તેની મનોવૃત્તિ છૂટે નહીં. (૨) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ છોડી દે પણ સંયોગવશ પાપકાર્ય છૂટતા નથી. (૩) કોઈ પુરુષને પાપકાર્ય અને તેની મનોવૃત્તિ બંને છૂટી જાય. (૪) કોઈ પુરુષથી પાપકાર્યો પણ છૂટતા નથી અને તેની મનોવૃત્તિ પણ છૂટતી નથી. ६७ चत्तारि पुरिसजाया पण्णत्ता,तंजहा- परिण्णायकम्मे णाममेगेणो परिण्णायगिहावासे, परिण्णायगिहावासे णाममेगे णो परिण्णायकम्मे, एगे परिण्णायकम्मे वि परिण्णायगिहावासे वि, एगे णो परिण्णायकम्मे णो परिण्णाय गिहावासे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોનો ત્યાગ કરે પણ ગૃહવાસ છોડી, દીક્ષા લેતા નથી (૨) કોઈ પુરુષ ગૃહવાસનો ત્યાગ કરે, દીક્ષા લે પરંતુ પાપકાર્યમાં પ્રવૃત્ત રહે છે (૩) કોઈ પુરુષ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લે અને પાપકાર્યથી પૂર્ણ નિવૃત્ત રહે છે (૪) કોઈ પુરુષ પાપકાર્યો પણ છોડતા નથી અને ગૃહવાસનો ત્યાગ પણ કરતા નથી ६८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- परिण्णायसण्णे णाममेगे णो परिण्णाय- गिहावासे परिण्णायगिहावासे णाममेगे णो परिण्णाय सण्णे । एगे परिण्णायसण्णे वि परिण्णाय गिहावासे वि, एगे णो परिण्णाय सण्णे णो परिण्णाय गिहावासे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ છોડી દે છે પરંતુ કર્મસંયોગવશાત્ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લેતા નથી (૨) કોઈ ગૃહવાસનો ત્યાગ કરી, દીક્ષા લે પરંતુ પાપકાર્યોની મનોવૃત્તિ છોડતા નથી (૩) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ પણ છોડી દે છે અને ગૃહવાસનો ત્યાગ કરીને, દીક્ષા પણ લે છે (૪) કોઈ પુરુષ પાપકાર્યોની મનોવૃત્તિ પણ છોડતા નથી અને ગૃહવાસનો ત્યાગ કરીને, દીક્ષા પણ લેતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાપ ત્યાગ અને અત્યાગની વિવિધતા દર્શાવી છે. પરિણા ને - પરિજ્ઞાતમાં જ્ઞાન અને ત્યાગ બંને સમાવિષ્ટ થાય છે. જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. કર્મ એટલે પાપકાર્યો, સાવધયોગ. પરિજ્ઞાતકર્મા એટલે પાપકાર્યના ત્યાગી. રિખવ જિહાવા :- પરિજ્ઞાત ગૃહવાસ, ગૃહવાસના ત્યાગી.