________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૨) દ્રવ્યભાવ અંધકારની અપેક્ષાએ (૩) જ્ઞાન આચારની અપેક્ષાએ એમ ત્રણ રીતે અર્થ ઘટિત થાય છે. પ્રથમ અપેક્ષાએ ચીભંગી :- (૧) કોઈ પહેલાં અજ્ઞાની અને પછી પણ અજ્ઞાની રહે, તે તમતમ (૨) કોઈ પહેલાં અજ્ઞાની અને પછી જ્ઞાની (૩) કોઈ પહેલાં જ્ઞાની અને પછી અજ્ઞાની (૪) કોઈ પહેલાં જ્ઞાની પછી પણ જ્ઞાની રહે.
ro
બીજી અપેક્ષાએ ચૌભંગી :– (૧) કોઈ દ્રવ્યથી અંધકારમાં, ભાવથી પણ અંધકારમાં રહે. (૨) કોઈ દ્રવ્યથી અંધકારમાં, ભાવથી જ્ઞાનપ્રકાશમાં રહે. (૩) કોઈ દ્રવ્યથી પ્રકાશમાં, ભાવથી અજ્ઞાનાંધકારમાં રહે. (૪) કોઈ દ્રવ્યથી પ્રકાશમાં અને ભાવથી પણ જ્ઞાનપ્રકાશમાં રહે.
ત્રીજી અપેક્ષાએ ચૌભંગી :- (૧) કોઈ અજ્ઞાની અને અસદાચારી (૨) કોઈ અજ્ઞાની અને સદાચારી (૩) કોઈ જ્ઞાની અને અસદાચારી (૪) કોઈ જ્ઞાની અને સદાચારી. આ ત્રણ રીતે તમ અને જયોતિ બે પદની ચૌભંગીઓ સમજવી તેમ વ્યાખ્યાકારે સ્પષ્ટતા કરી છે. તેમજ જ્ઞાની અજ્ઞાની અને પ્રસિદ્ધ અપ્રસિદ્ધ સાથે પણ ચૌભંગી થાય છે.
(૨) તમે ગામમેને તમવતે, પડમંગો :- તમ, જ્યોતિ, તમબળ, જ્યોતિબળ આ ચાર પદો દ્વારા થતી આ ચૌભંગીમાં (૧) દ્રવ્ય—માવ (૨) જ્ઞાન આચાર એમ બે અપેક્ષાએ ભંગ ઘટિત થાય છે.
પ્રથમ અપેક્ષાએ ચૌભંગી :- (૧) કોઈ દ્રવ્યાંધકારમાં છે અને તેને અજ્ઞાનનું બળ છે (૨) કોઈ દ્રવ્ય અંધકારમાં છે પણ તેને જ્ઞાનનું બળ છે (૩) કોઈ દ્રવ્ય પ્રકાશમાં છે અને તેને અજ્ઞાનનું બળ છે (૪) કોઈ દ્રવ્ય પ્રકાશમાં છે અને તેને જ્ઞાનનું જ બળ છે.
બીજી અપેક્ષાએ ચૌભંગી :- (૧) કેટલાક પુરુષ અજ્ઞાની હોય અને તેઓને અસદાચારનું સામર્થ્ય હોય. જેમ કે ચોર. (૨) કેટલાક પુરુષ અજ્ઞાની હોય પણ તેઓને સદાચારનું બળ હોય. જેમ કે દાની. (૩) કોઈ પુરુષ । જ્ઞાની કે દિવસચારી (પ્રકાશચારી)હોય પણ તે ચોર હોય કે તેઓને અસદાચારનું બળ હોય. (૪) કોઈ પુરુષ જ્ઞાની હોય અને તેઓને સદાચારનું બળ હોય.
( 3 ) तमे णाममेगे तमबल पज्जलणे, चउभंगो ૯ :- તમ, જ્યોતિ, તમબળ દર્પ, જ્યોતિબળ દર્પ આ ચાર પદો દ્વારા થતી ચૌભંગી આ પ્રમાણે છે– (૧) કેટલીક વ્યક્તિ અજ્ઞાની હોય અને તે અસદાચાર—ચોરી આદિમાં રક્ત હોય કે તેનો દર્ષ કરે અથવા તેઓને તે ચોરી આદિના બળનો દર્પ–ઘમંડ હોય. (ર) કેટલીક વ્યક્તિ અજ્ઞાની હોય પણ સદાચાર, દાનાદિમાં લીન હોય અથવા તેઓને દાનાદિના બળનો દર્પ(ઘમંડ) હોય. (૩) કેટલીક વ્યક્તિ જ્ઞાની અથવા દિવસચારી હોય પરંતુ અસદાચારમાં લીન હોય અથવા તેઓને દુરાચારના બળનો મદ હોય. (૪) કેટલીક વ્યક્તિ જ્ઞાની અને સદાચારમાં લીન હોય અથવા તેઓને સદાચારના બળનો દર્પ-સાહસ હોય.
પાપકાર્યોના ત્યાગી અત્યાગીની અવસ્થાઓ :
६६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- परिण्णायकम्मे णाममेगे णो परिण्णाय