________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૭
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાનું ભરણપોષણ કરનાર હોય પણ અન્યનું નહીં (૨) કોઈ અન્યનું ભરણપોષણ કરે પણ પોતાનું નહીં (૩) કોઈ ઉભયનું ભરણપોષણ કરે (૪) કોઈ સ્વ–પર બંનેનું ભરણપોષણ કરતા નથી.
વિવેચન :
વ્યક્તિમાં સ્વાર્થ–પરાર્થની જે માત્રા હોય તે પ્રમાણે તે કાર્ય કરે છે, તે આધારે સૂત્રમાં ચાર ભંગ કહ્યા છે. તે ચૌભંગી સૂત્રાર્થની સ્પષ્ટ છે.
આત્મભર– સ્વાર્થ સાધક વ્યક્તિ, પોતાનું જ ભરણપોષણ કરનાર. પરંભર– પરાર્થ સાધક, અન્યનું ભરણપોષણ કરનાર.
દરિદ્ર-સમૃદ્ધ વ્યક્તિઓની ચૌભંગીઓ :
५८ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा- दुग्गए णाममेगे दुग्गए, दुग्गए णाममेगे सुग्गए, सुग्गए णाममेगे दुग्गए, सुग्गए णाममेगे सुग्गए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દ્રવ્યથી દુર્ગત(નિર્ધન) અને ભાવથી પણ દુર્ગત હોય (૨) કોઈ દ્રવ્યથી દુર્ગત અને ભાવથી સુગત હોય (૩) કોઈ દ્રવ્યથી સુગત અને ભાવથી દુર્ગત હોય (૪) કોઈ ઉભયથી સુગત હોય.
५९ चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- दुग्गए णाममेगे दुव्वए, दुग्गए णाममेगे सुव्वए, सुग्गए णाममेगे दुव्वए, सुग्गए णाममेगे सुव्वए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત છે અને દુર્ગત પણ છે. (૨) કોઈ દુર્ગત છે પણ સુવ્રત છે. (૩) કોઈ સુગત છે પણ દુવ્રત છે. (૪) કોઈ સુગત છે અને સુવ્રત પણ છે.
| ६० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुप्पडियाणंदे, दुग्गए णाममेगे सुप्पडियाणंदे, चउभंगो ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત હોય અને દુઃસાધ્ય હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સુસાધ્ય હોય. આ રીતે ચાર ભંગ કહેવા.
| ६१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुग्गइगामी, दुग्गए णाममेगे सुग्गइगामी, चउभंगो ।