________________
૪૫૬
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
વિયા ુડે, અમારૂં |
ભાવાર્થ :- ચાર વાચનીય(વાચના દેવા યોગ્ય)છે, તે આ પ્રમાણે છે– (૧) વિનીત (૨) વિગય અપ્રતિબદ્ધ (૩) કષાય, ક્લેશ રહિત, શાંત (૪) અમાયાવી.
વિવેચન :
કાચા ઘડામાં પાણી નાંખતા ઘડો અને પાણી બંનેનો વિનાશ થાય છે પરંતુ પરિપક્વ ઘડામાં પાણી ભરતાં તે પાણી સુરક્ષિત રહે છે. તે જ રીતે શાસ્ત્રજ્ઞાન ધારણ કરવા માટે શિષ્યની પરિપક્વતાયોગ્યતા આવશ્યક હોય છે. તે જણાવવા શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રોમાં વાચના લેનાર શિષ્યાદિની પાત્રતા, અપાત્રતાના ચાર ચાર લક્ષણો દર્શાવ્યા છે.
(૧) વિનીત :– સાધકો માટે અતિ આવશ્યક અને અનિવાર્ય ગુણ છે વિનય. વિનય ગુણસંપન્ન વ્યક્તિને જ શાસ્ત્ર પ્રતિ અને શાસ્ત્રજ્ઞાન દાતા ગુરુ પ્રતિ શ્રદ્ધા—ભક્તિનો ભાવ થાય અને તે જ નમ્રતાપૂર્વક વાચના લઈ શકે છે. તેથી તે વાચનાને યોગ્ય છે. અવિનીત વ્યક્તિમાં એવા શ્રદ્ધા—ભક્તિ કે નમ્રતાના ભાવ ન હોવાથી તે વાચનાને અયોગ્ય રહે છે.
=
(૨) વિગય અપ્રતિબદ્ધ :-વિ+ત विशेषं विशेषं करोति शरीर पुष्टि सा विकृति = શરીરને વિશેષ રૂપથી પુષ્ટ કરે તેવા ઘી, તેલ, ગોળ, સાકાર, દહીં, દૂધને વિગય કહે છે. વિગયયુક્ત આહારના અતિ સેવનથી પ્રમાદ વધે છે, વાસનાઓ ઉત્તેજિત બને છે અને તે કારણે સાધક સ્વાધ્યાયમાં એકાગ્રચિત્ત બની શકતા નથી. તેથી વિગય પ્રતિબદ્ધ વ્યક્તિ વાચનાને અયોગ્ય બને છે અને આવશ્યક, મર્યાદિત અને અનાસક્ત ભાવે આહાર કરનાર એવા વિગય અપ્રતિબદ્ધ વ્યક્તિ જ વાચનાને યોગ્ય બને છે.
(૩) વ્યવશમિત પ્રાભૂત ઃ– જેના ક્રોધાદિ કષાય શાંત હોય, જે કલહભાવને શાંત રાખે, તે વાચનાને યોગ્ય છે. ક્રોધી વ્યક્તિ 'ગુરુકૃપા' મેળવી શકતી નથી. કષાય યુક્ત વ્યક્તિની ચિત્તવૃત્તિ વ્યગ્ર રહે છે. વ્યગ્ર ચિત્તવૃત્તિ બુદ્ધિનો નાશ કરે છે. તેથી ક્રોધી, કલહી, કષાયી વ્યક્તિ વાચનાને અયોગ્ય કહેવાય.
(૪) અમાયાવી :– કપટ રહિત વ્યક્તિ વાચનાને યોગ્ય છે. કપટી વ્યક્તિનું મન સદા ભયભીત અને અસ્થિર રહે છે. સ્થિર ચિત્તવાળા જ પ્રાપ્ત સૂત્રાર્થને ધારણ કરી શકે. તેથી માયાવી વ્યક્તિ વાચનાને અયોગ્ય કહેવાય છે. આ ચારે ય અયોગ્ય વ્યક્તિને આપેલી વાચના નિષ્ફળ જાય છે અને દુષ્પરિણામનું કારણ બને છે.
સ્વાર્થી-પરમાર્થી પુરુષની ચૌભંગી :
५७ चत्तारि पुरिसजाया पण्णत्ता, , तं जहा - आयंभरे णाममेगे णो परंभरे, परंभरे णाममेगे णो आयंभरे, एगे आयंभरे वि परंभरे वि, एगे णो आयंभरे णो परंभरे ।