SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૫૮] શ્રી ઠાણાગ સૂત્ર-૧ ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષદુર્ગત હોય અને દુર્ગતિગામી હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સુગતિગામી હોય. આ રીતે ચાર ભંગ કહેવા. ६२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- दुग्गए णाममेगे दुग्गइ गए, दुग्गए णाममेगे सुग्गइ गए, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ દુર્ગત હોય અને દુર્ગતિને પ્રાપ્ત હોય (૨) કોઈ પુરુષ દુર્ગત હોય પણ સદ્ગતિને પ્રાપ્ત હોય વગેરે ચાર ભંગ કહેવા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોના કર્મોદયથી પ્રાપ્ત વિવિધ દશાઓની પ્રરૂપણા છે. કુIણ – દરિદ્રી, ધનહીન વ્યક્તિ દ્રવ્ય દુર્ગત છે જ્યારે જ્ઞાનાદિથી હીન વ્યક્તિ ભાવદુર્ગત છે. સુITE:- સમૃદ્ધ. ધનવાન વ્યક્તિ દ્રવ્ય સંગત છે જ્યારે જ્ઞાનાદિથી યુક્ત વ્યક્તિ ભાવસંગત છે. કુવ્વર :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સમ્યક વ્રતોથી રહિત (૨) ધનનો દુર્વ્યય કરનાર, આવકનો વિચાર કર્યા વિના ખર્ચ કરનાર. સુવર :- સભ્યશ્ રીતે વ્રતોનું પાલન કરનાર અથવા આવક પ્રમાણે ધન વ્યય કરનાર, કુડિયાળકેઃ- દુષ્પત્યાનંદ. મુશ્કેલીથી આનંદિત થાય તે, ઉપકારીના ઉપકારને ન સ્વીકારનાર, કૃતઘ્ન વ્યક્તિ. કુWITH :- નરકાદિ દુર્ગતિમાં જવાના આચારવાળી વ્યક્તિ. સુWI IIની :- દેવાદિ સુગતિમાં જવાના આચારવાળી વ્યક્તિ. કુફા :- દુર્ગતિ પ્રાપ્ત. નરકાદિ દુર્ગતિને પ્રાપ્ત કરનાર. સુરપાણ :સુગતિ પ્રાપ્ત. દેવાદિ સુગતિને પ્રાપ્ત કરનાર. - આ ચૌભંગીઓના ભંગોમાં (૧) ભૂત-ભવિષ્ય અપેક્ષાએ (૨) દ્રવ્ય-ભાવ અપેક્ષાએ ભંગોને સમજવા. જેમ કે દુર્ગત–દુર્ગત આ પ્રથમ ભંગમાં (૧) કોઈ વ્યક્તિ પહેલાં દરિદ્રી હોય અને ભવિષ્યમાં પણ દરિદ્રી રહે તો તે દુર્ગત-દુર્ગત કહેવાય (૨) કોઈ વ્યક્તિ દ્રવ્યથી દુર્ગત-ધનહીન હોય અને ભાવથી પણ દુર્ગત જ્ઞાનહીન હોય તે દુર્ગ-દુર્ગત કહેવાય છે. આ રીતે શેષ સર્વ ભંગ અને ચૌભંગીઓ સમજી લેવી. જ્ઞાની-અજ્ઞાની વ્યક્તિઓની ચૌભંગીઓ :|६३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तमे णाममेगे तमे, तमे णाममेगे जोई, जोई णाममेगे तमे, जोई णाममेगे जोई ।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy