________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
| ૪૫૧ |
संवाहण- परिमद्दण-गायब्भंग-गायुच्छोलणाई लभामि, जप्पभिइं च णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए तप्पभिई च णं अहं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई णो लभामि । से णं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई आसाएइ पीहेइ पत्थेइ अभिलसइ, से णं संवाहण परिमद्दण गायब्भंग गायुच्छोलणाई आसाएमाणे पीहेमाणे पत्थेमाणे अभिलसमाणे मणं उच्चावयं णियच्छइ, विणिघाय- मावज्जइ । चउत्था दुहसेज्जा । ભાવાર્થ :- ચાર પ્રકારની દુઃખ શય્યા કહી છે, તે આ પ્રમાણે છે
(૧) પહેલી દુઃખ શય્યા - કોઈ પુરુષ મુંડિત થઈ, અગારધર્મમાંથી અણગારધર્મમાં પ્રવ્રજિત થઈ, નિગ્રંથ પ્રવચનમાં શંકિત, કાંક્ષિત, વિચિકિસિત, ભેદસમાપન્ન અને કલુષ સમાપન્ન થઈ, નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરતો નથી, પ્રતીતિ કરતો નથી, રુચિ કરતો નથી, તે નિગ્રંથ પ્રવચન ઉપર અશ્રદ્ધા કરતા, અપ્રતીતિ કરતા, અરુચિ કરતા મનની ડામાડોળ પરિસ્થિતિ ઊભી કરે છે અને વિનિઘાત(નાશ)ને પ્રાપ્ત થાય છે. આ પ્રથમ દુઃખશય્યા છે.
(૨) બીજી દુઃખ શય્યા :- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, અણગારપણામાં પ્રવ્રજિત થઈ, પોતાના લાભથી(ભિક્ષામાં મળેલા આહાર–પાણીથી) સંતુષ્ટ થતા નથી પરંતુ બીજાને મળેલા લાભનો આસ્વાદ કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. તે બીજાના લાભનું આસ્વાદન કરતા, ઈચ્છા કરતા, પ્રાર્થના કરતા અને અભિલાષા કરતા, મનની ડામાડોળ પરિસ્થિતિ ઊભી કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ બીજી દુઃખશય્યા છે.
(૩) ત્રીજી દુઃખ શય્યા:- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનથી અણગારપણામાં દીક્ષિત થઈ, દૈવી અને માનવીય કામ ભોગોનું આસ્વાદન કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. તે દેવી અને માનવીય કામ ભોગોનું આસ્વાદન કરતાં, ઈચ્છા કરતાં, પ્રાર્થના કરતાં અને અભિલાષા કરતાં મનને ડામાડોળ કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ ત્રીજી દુઃખશય્યા છે.
(૪) ચોથી દુઃખ શય્યા :- કોઈ પુરુષ મુંડિત થઈ, ગૃહસ્થ જીવનથી અણગારધર્મમાં પ્રવ્રજિત થઈ, એવો વિચાર કરે કે હું ગૃહવાસમાં હતો ત્યારે હું સંબોધન, પરિમર્દન, ગાત્રામ્પંગન અને ગાત્ર પ્રક્ષાલન કરતો હતો પરંતુ જ્યારથી હું મુંડિત થઈ અગારથી અણગાર બન્યો, દીક્ષિત થયો ત્યારથી હું સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્ર પ્રક્ષાલનનું આસ્વાદન કરી શકતો નથી.' એવું વિચારી તે સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્રપ્રક્ષાલનનો આસ્વાદ કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા કરે છે. સંબોધન, પરિમર્દન, ગાત્રાવ્યંગન અને ગાત્ર પ્રક્ષાલનનો આસ્વાદ કરતાં, ઈચ્છા કરતાં, પ્રાર્થના કરતાં અને અભિલાષા કરતાં તે પોતાના મનની સ્થિતિ ડામાડોળ કરે છે અને નાશને પ્રાપ્ત થાય છે. આ