________________
[ ૪પર |
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચોથી દુઃખશય્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરાવનાર એવા સંયમી જીવનમાં પણ કેટલાક સાધક દુઃખી, મહાદુઃખી થઈ જાય છે. તેઓની ચાર અવસ્થાઓ તરફ શાસ્ત્રકારે સંકેત કર્યો છે. પ્રથમ અવસ્થામાં શ્રદ્ધા વિચલિત થાય છે. બીજી અવસ્થામાં સ્વાવલંબનનો અભાવ થાય છે તેથી અસંતોષ જન્મે છે અને ત્રીજી અવસ્થામાં છોડેલા કામભોગોને ફરી પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય છે. ચોથી અવસ્થામાં સુખશીલ જીવનની અભિલાષા ઉત્પન્ન થાય છે. આ દરેક અવસ્થાએ પહોંચતા સાધુ સંયમ જીવનથી ભ્રષ્ટ થાય છે, સાધકતા ખોઈ બેસે છે.
શવ્યા:- સ્થાન. સંયમ સ્થાન એકાંતે સુખ આપનાર–સુખના સ્થાનભૂત છે પરંતુ મન વિચલિત બને, શંકાદિ પ્રવેશે તો તે જ સંયમ દુઃખના સ્થાનભૂત બની જાય છે. ચારે પ્રકારની દુઃખશય્યા સાધકને સાધુતાથી ભ્રષ્ટ કરે છે. દુઃખશયા - દ્રવ્ય અને ભાવના ભેદથી દુઃખશપ્યા બે પ્રકારની છે. ભાંગેલ-તૂટેલ પલંગ વગેરે દ્રવ્ય દુઃખશય્યા છે અને મનના દુષ્પરિણામ અસાધુતાના ભાવો તે ભાવ દુઃખશય્યા છે. તે ભાવરૂપ દુઃખશય્યા ચાર પ્રકારની છે. (૧) પ્રવચન પ્રતિ અશ્રદ્ધા (૨) પરલાભની સ્પૃહા (૩) કામભોગની આશંસા, આસક્તિ (૪) માલીશ-સ્નાનાદિરૂપ શરીર શુશ્રષાની ઈચ્છા. (૧) વાહણ- શરીરનો દુઃખાવો દૂર કરી સુખ આપે તેવું મર્દન કરવું તેને સંબોધન કહે છે. (૨) પરિમ– વિશેષ રીતે શરીરનું મર્દન અને વારંવાર મર્દન કરવું તેને પરિમર્દન કહે છે. (૩) મન- તેલ આદિથી શરીરનું માલિશ કરવું તેને ગાત્રાભંગન કહે છે. (૪) યુછોના - ગાત્ર એટલે શરીર. તેનું પ્રક્ષાલન કરવું વગેરે ગાત્રોત્સાલન કહેવાય છે અર્થાત્ પાણીથી દેશ સ્નાન કે સર્વ સ્નાન કરવું. સંયમના સુખભૂત થવાના ચાર કારણ :५४ चत्तारि सुहसेज्जाओ पण्णत्ताओ, तं जहा
तत्थ खलु इमा पढमा सुहसेज्जा- से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए णिग्गंथे पावयणे णिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छिए णो भेदसमावण्णे णो कलुस समावण्णे णिग्गंणं पावयणं सद्दहइ पत्तियइ रोए इ, णिग्गंथं पावयणं सद्दहमाणे पत्तियमाणे रोएमाणे णो मणं उच्चावय णियच्छइ, णो विणिघायमावज्जइ । पढमा सुहसेज्जा ।