________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૪૯.
એરાવત ક્ષેત્રમાં જ તેનો વિચ્છેદ થાય છે; મહાવિદેહ ક્ષેત્રમાં વિચ્છેદ થતો નથી. તેથી બાદર અગ્નિના વિચ્છેદ પ્રસંગે પણ સંપૂર્ણ લોક કે દેવલોકમાં દ્રવ્યાંધકાર થાય તેમ ઘટિત થતું નથી. તેથી લોક શબ્દથી સંપૂર્ણલોક અર્થ ન કરતાં લોકના દેશભાગ અર્થાત્ તે તે ક્ષેત્રમાં ભાવ અંધકાર કે દ્રવ્ય અંધકાર વ્યાપી જાય છે તેમ અર્થ કરવો ઉચિત્ત છે.
ભરત ઐરાવત ક્ષેત્રમાં જ બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે; મહાવિદેહ ક્ષેત્રમાં વિચ્છેદ થતો નથી. તેગી બાદર અગ્નિના વિચ્છેદ પ્રસંગે પણ સંપૂર્ણ લોક કે દેવલોકમાં દ્રવ્યાંધકાર થાય તે ઘટિત થતું નથી. તાત્પર્ય એ છે કે જે ક્ષેત્રમાં તીર્થકરાદિનો વિચ્છેદ વગેરે ચાર પ્રસંગ હોય તેજ ક્ષેત્રમાં અંધકાર વ્યાપ્ત થાય છે.
નોખો :- અરિહંતનો જન્મ, અરિહંતની દીક્ષા, અરિહંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અરિહંતનું પરિનિર્વાણ, આ ચાર કારણથી લોકમાં ઉદ્યોતાદિ થાય છે. અરિહંત પ્રભુના જન્માદિ પ્રસંગે દેવલોકમાંથી દેવોનું આગમન થાય છે. તેમની દેવતિના કારણે લોકમાં પ્રકાશ ફેલાય છે. આ જ કારણથી દેવસન્નિપાત વગેરે થાય છે, તે આ પ્રમાણે છેદેવ સન્નિપાત - દેવોનું એકત્રિત થઈ મનુષ્ય લોકમાં આવવું. દેવોલિકા:- ઉત્કલિકા = તરંગ, પાણીમાં એક પછી એક તરંગ ઉત્પન્ન થાય તેમ સૂત્રોક્ત ચાર સમયે દેવોની પંક્તિઓ એક પછી એક મનુષ્ય લોકમાં આવે છે. મનુષ્ય લોકમાં આવેલા પંક્તિબદ્ધ દેવોના તે સમૂહ-ઝૂંડોને દેવોત્કલિકા કહે છે. દેવ કલકલ ધ્વનિઃ- અરિહંતોના જન્માદિ સમયે ઘણા દેવો ભેગા મળે છે અને હર્ષ-પ્રમોદજન્ય અવાજ ઉત્પન્ન થાય છે તે. કલકલ એટલે એક પ્રકારનો કોલાહલ. વહં હં - ચાર કારણે ચોસઠ ઈન્દ્રોનું મનુષ્ય લોકમાં આગમન થાય છે. ત્રીજા સ્થાનમાં અરિહંતોના જન્મ વગેરે ત્રણ કારણથી દેવોનું મનુષ્ય લોકમાં આગમન દર્શાવ્યું છે. તેમાં અરિહંતોના નિર્વાણ પ્રસંગ ઉમેરી ચાર કારણ દર્શાવ્યા છે. પર્વ ગદ તિને નાવ નોતિયા દેવા:– ઈન્દ્ર પછીના સામાનિક દેવો વગેરેનું કથન ત્રીજા સ્થાનની જેમ જ છે. તે સૂત્રપાઠને અહીં સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. 'જાન' દ્વારા કથિત વિષય:- સામાનિક, ત્રાયશ્ચિંશક, લોકપાલ, અગ્રમહિષીઓ, પારિષધદેવ, સેનાપતિ, આત્મરક્ષક દેવો ચાર કારણથી મનુષ્યલોકમાં આવે છે. તે જ ચાર કારણોથી દેવો સિંહાસન ઉપરથી ઊભા થાય છે, દેવોના આસન ચલિત થાય છે, દેવો સિંહનાદ કરે છે, દેવોના વસ્ત્ર ફરફરે છે, ચૈત્યવૃક્ષ ચલિત થાય છે અને લોકાંતિક આદિ દેવો મનુષ્ય લોકમાં આવે છે. આ સર્વ બોલોમાં ચોથા સ્થાનના કારણે પરિનિર્વાણ' ઉમેરી ચાર કારણ કહ્યા છે.
અહીં લોકમાં અંધકાર ફેલાવાના ચાર કારણોમાં સરહોલ્ડિં વચ્છિન્નમfઉં કહ્યું છે, ત્યાં