________________
૪૪૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
५१ चउहिं ठाणेहिं लोउज्जोए सिया, तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणे हिं, अरहताणं णाणुप्पायमहिमासु, अरहंताणं परिनिव्वाणमहिमासु ।
एवं देवंधयारे, देवुज्जोए, देवसण्णिवाए, देवुक्कलियाए, देवकहकहए । ભાવાર્થ :- મનુષ્ય લોકમાં ચાર કારણે ઉદ્યોત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) તીર્થકરોનો જન્મ થાય ત્યારે (૨) તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે (૩) તીર્થકરોના કેવળજ્ઞાન ઉત્પત્તિના મહોત્સવ સમયે (૪) તીર્થકર નિર્વાણ પધારે ત્યારે.
તે જ રીતે દેવાંધકાર, દેવોદ્યોત, દેવસન્નિપાત(નીચે આવવું), દેવોત્કલિકા(એકઠા થવું) અને દેવોનો કલકલ ધ્વનિ(કોલાહલ) ચાર–ચાર કારણે થાય છે. ५२ चउहि ठाणेहिं देविंदा माणुसं लोगं हव्वमागच्छंति, एवं जहा तिठाणे जाव चउहि ठाणेहिं लोगंतिया देवा माणुस्सं लोगं हव्वमागच्छेज्जा । तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु, अरहताणं परिणिव्वाणमहिमासु । ભાવાર્થ :- ચાર કારણે દેવેન્દ્ર મનુષ્યલોકમાં આવે છે વગેરે તૃતીય સ્થાનમાં જેમ કહ્યું છે, તેમ અહીં પણ લોકાંતિક દેવો સુધીનું કથન કરવું કે ચાર કારણે લોકાંતિક દેવો મનુષ્ય લોકમાં આવે છે, તે ચાર કારણ આ પ્રમાણે છે– (૧) તીર્થકરોના જન્મ સમયે (૨) દીક્ષા સમયે (૩) કેવળજ્ઞાન ઉત્પત્તિ સમયે (૪) નિર્વાણ સમયે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોક અને દેવલોકમાં અંધકાર અને પ્રકાશ થવાના કારણો રજૂ કર્યા છે. તોષવારે - તીર્થકરો નિર્વાણ પામે, અરિહંત ભાષિતધર્મ નાશ પામે, ૧૪ પૂર્વરૂપ શ્રુત વિચ્છેદ થાય અને બાદર અગ્નિ વિચ્છેદ પામે, આ ચાર કારણે લોક અને દેવલોકમાં અંધકાર વ્યાપે છે. અંધકાર બે પ્રકારના હોય છે– દ્રવ્ય અંધકાર અને ભાવ અંધકાર. પ્રકાશનો અભાવ તે દ્રવ્ય અંધકાર અને જ્ઞાનાદિનો અભાવ તે ભાવ અંધકાર કહેવાય છે. અરિહંત વગેરે પ્રથમ ત્રણનો વિચ્છેદ થાય ત્યારે ભાવ અંધકાર અને બાદર અગ્નિનો વિચ્છેદ થાય ત્યારે દ્રવ્ય અંધકાર થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં નોધવારે અને રેવંધારે માં લોક શબ્દથી સંપૂર્ણલોક અને દેવ શબ્દથી દેવલોકનું ગ્રહણ થતું નથી. અરિહંત, કેવળી પ્રરૂપિત ધર્મ અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થાય ત્યારે સંપૂર્ણ લોકમાં ભાવ અંધકાર વ્યાપ્ત થઈ શકે નહીં. મહાવિદેહ ક્ષેત્ર અને દેવલોકમાં પૂર્વજ્ઞાન સદા વિધમાન હોય છે તેથી ત્યાં ચાર કારણે અંધકાર વ્યાપી જતો નથી. બાદર અગ્નિ માત્ર અઢીદ્વીપમાં જ છે. તેમાં ભારત