________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવના મનુષ્ય લોકમાં આવવા-આવવાના કારણો પર પ્રકાશ પાડ્યો છે. ઉપરોક્ત સૂત્રના કેટલાક વિશેષ પદો મનનીય છે. Tચ્છg fકે પિ મોવવU :-મૂચ્છિત = આ સુખથી અધિક સુખ બીજે કયાંય નથી, તેમ માની તેમાં આસક્ત બને. વૃદ્ધ = જે તે સુખમાં જ તૃપ્તિ અનુભવે અને તેમાં જ જેની અત્યંત તીવ્ર આકાંક્ષા હોય. ગ્રથિત = દિવ્ય કામભોગના સ્નેહની દોરીથી બંધાય જવું. અધ્યપપન્ન = તેમાં એકમેક થઈ જાય. મિત્તે, સ, સુધી, સહી સાફ – મિત્ર = જે પાછળથી સ્નેહી બને છે. સખા = જે બાલ્યકાળ થી સાથે હોય તે. સુહ૬ = સજ્જન પુરુષ, હિતૈષી. સહાયક = સંકટ સમયે સહાયતા કરે તેવી નિઃસ્વાર્થ વ્યક્તિ. સંગતિક = જેની સાથે બેસવા ઉઠવાનો સંબંધ હોય.
તકે પત્તે બસમUMIL :- લબ્ધ = મારી સામે ઉપલબ્ધ થઈ છે. પ્રાપ્ત = વસ્તુની મને પ્રાપ્તિ થઈ છે. અભિસમન્વાગત = પ્રાપ્ત વસ્તુ ઉપભોગમાં આવી રહી છે. જેમ કોઈ મકાન ખરીદવા માટે સુથી આપી નક્કી કરી લેવું તે લબ્ધ, તેનો કબ્બો મળવો તે પ્રાપ્ત અને તેમાં રહેવા જવું તે અભિસમન્વાગત કહેવાય. આ રીતે આ એકાર્થક શબ્દ હોવા છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ તે શબ્દો ભિન્ન ભિન્ન અર્થવાળા છે.
દેવોના મનુષ્યલોકમાં ન આવી શકવાના ચાર કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) માનવીય કામભોગ પ્રત્યે અરુચિ (ર) મનુષ્ય પ્રેમનો નાશ (૩) 'હમણાં જાઉં' તેવું વિચારે ત્યાં તો અહીંના મનુષ્યોના આયુષ્યનું પૂર્ણ થઈ જવું (૪) મનુષ્ય લોકની દુર્ગધ અસહ્ય લાગવી.
દેવોના મનુષ્યલોકમાં આવવાના ચાર કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) મનુષ્ય લોકના આચાર્યાદિ ઉપકારીને વંદનાદિ કરવા (૨) જ્ઞાની, ધ્યાની અને તપસ્વી મુનિને વંદનાદિ કરવા. (૩) માતાપિતાદિને દિવ્યઋદ્ધિ બતાવવા. (૪) પ્રતિજ્ઞા બદ્ધ મિત્ર, સખા વગેરેને પ્રતિબોધવા. તે પ્રતિજ્ઞાબદ્ધતા દેવભવની હોય કે મનુષ્યભવની હોય તેનું સ્પષ્ટીકરણ સૂત્રમાં નથી માટે જે રીતે સૂત્રાશય ઘટી શકે તેમ સમજવું.
લોકમાં અંધકાર ઉધોત વગેરે :५० चउहिं ठाणेहिं लोगंधगारे सिया,तं जहा- अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे, जायतेए वोच्छिज्जमाणे।
ભાવાર્થ :- લોકમાં ચાર કારણે અંધકાર થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત તીર્થકરોનો વિરહ થાય ત્યારે (૨) અરિહંત ભાષિત ધર્મનો વિચ્છેદ થાય ત્યારે. (૩) પૂર્વગત શ્રુતનો વિચ્છેદ થાય ત્યારે (૪) બાદર અગ્નિનો વિચ્છેદ થાય ત્યારે.