________________
[ ૪૪૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अहुणोववण्णे देवे देवलोएसु जाव तस्स णं एवं भवइ- अस्थि णं मम माणुस्सए भवे मायाइ वा पियाइ वा भायइ वा भगिणीइ वा भज्जाइ वा पुत्ताइ वा धूयाइ वा सुण्हाइ वा, तं गच्छामि णं तेसिमतियं पाउब्भवामि, पासंतु ता मे इमं एयारूवं दिव्व देविड्डेि, दिव्वं देवजुई, दिव्वं देवाणुभावं लद्धं पत्तं अभिसमण्णागय।
अहुणोववण्णे देवे देवलोगेसु जाव तस्सणमेवं भवइ- अत्थि णं मम माणुस्सए भवे मित्तेइ वा सहाइ वा सुहीइ वा सहाएइ वा संगइएइ वा, तेसिं च णं अम्हे अण्णमण्णस्स संगारे पडिसुए भवइ- जो मे पुव्वि चयइ से संबोहेयव्वे ।
इच्चेएहिं चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोग हव्वमागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- ચાર કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને આવવા સમર્થ પણ હોય છે, તે આ પ્રમાણે છે(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવને એવો વિચાર આવે કે મનુષ્યલોકમાં મારા મનુષ્યભવના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે. જેના પ્રભાવે મને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે. તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદનાદિ કરું, પર્યાપાસના કરું. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે આ મનુષ્ય ભવમાં જે જ્ઞાની, તપસ્વી, અતિદુષ્કર ઘોર તપસ્યા કરનારા છે, ત્યાં હું જાઉં અને તે ભગવંતોને વંદના નમસ્કાર કરું, તેમની પર્યાપાસના કરું. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે મારા મનુષ્યભવના આ માતા છે, પિતા છે, ભાઈ છે, બેન છે, સ્ત્રી છે, પુત્ર છે, પુત્રી છે, પુત્રવધુ છે. તેથી હું જાઉં, તેમની સામે પ્રકટ થાઉં, તેઓ મારી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવ-પ્રભાવ કે જે મને મળ્યા છે. પ્રાપ્ત થયા છે અભિસમન્વાગત થયા છે, તેને જુએ. (૪) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા, દિવ્ય કામ–ભોગમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત દેવ, એવું વિચારે છે કે મનુષ્યલોકમાં મારા મનુષ્યભવના મિત્ર, સખા, સુહૃદ, સહાયક અથવા સંગતિક છે, તેઓએ અમારી સાથે પરસ્પર સંકેતરૂપ પ્રતિજ્ઞા કરેલ છે કે જે પહેલાં મૃત્યુ પામે તે બીજાને પ્રતિબોધવા આવે.
આ ચાર કારણે દેવ, મનુષ્ય લોકમાં આવવા સમર્થ હોય છે.