________________
| स्थान-४ : देश -3
| ४४५
लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીધ્ર મનુષ્યલોકમાં આવવાને ઈચ્છે છે પણ ચાર કારણે આવી શકતા નથી, તે આ પ્રમાણે છે(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ–ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, આસક્ત બની જાય છે. તેથી તે માનવીય કામભોગનો આદર કરતા નથી, સારા માનતા નથી, પ્રયોજન રાખતા નથી, તેનું નિદાન-નિર્ણય કરતા નથી અને તે માટે સ્થિતિ પ્રકલ્પ(દઢ સંકલ્પ) કરતા નથી. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, અને આસક્ત બની જાય છે, તેનો મનુષ્ય સંબંધી પ્રેમ નષ્ટ થઈ જાય છે. તે પ્રેમ દિવ્ય સુખમાં પરિવર્તિત થઈ જાય છે. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત બની જાય છે. તે દેવ "હું હમણાં જાઉં, થોડીવારમાં જાઉં," તેમ વિચારે તેટલા સમયમાં તો અલ્પ આયુવાળા મનુષ્ય મૃત્યુ પામી જાય છે. (૪) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ, અને આસક્ત બની જાય છે, તેને મનુષ્યલોકની દુર્ગધ પ્રતિકૂળ હોય છે. કારણ કે મનુષ્યલોકની દુર્ગધ ચારસો-પાંચસો યોજનની ઊંચાઈ સુધી ફેલાયેલી રહે છે.
દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ આ ચાર કારણથી મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે તો પણ આવી શકતા નથી.
४९ चउहि ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमा- गच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे, तस्स णं एवं भवइ- अत्थि खलु मम माणुस्सए भवे आयरिए इ वा उवज्झाए इ वा पवत्ती इ वा थेरे इ वा गणी इ वा गणधरे इ वा गणावच्छेदे इ वा, जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्डी दिव्वा देवजुइ दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए, तं गच्छामि णं ते भगवते वदामि जाव पज्जुवासामि । ___ अहुणोववण्णे देवे देवलोएसु जाव तस्स णं एवं भवइ- एस णं माणुस्सए भवे णाणी इ वा तवस्सी इ वा अइदुक्कर-दुक्कर कारगे, तं गच्छामि णं ते भगवते वदामि जाव पज्जुवासामि ।