________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
४४३
વરિતમાને :- જે શ્રમણોપાસકને જે શ્રમણો પ્રતિ વાત્સલ્ય કે પ્રેમ ન હોય, ભક્તિભાવ ન હોય, પરંતુ જે તેઓના દોષો પ્રગટ કરનારા હોય, છિદ્રગવેષી હોય, જેમ-તેમ બોલનારા હોય, નિંદા કે વિકથા કરનાર હોય; આવા શ્રમણોપાસકોને સપત્ની(શૌક્ય) જેવા કહ્યા છે.
પ્રસ્તુત સૂત્રોમાં શ્રમણોપાસકોની ચારે ઉપમામાં અને સમાજે ઈત્યાદિ પાઠમાં સમાને = સમાન શબ્દથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ અને શ્રમણોપાસકોનો સંબંધ ગુરુ-શિષ્યનો જ છે તેમ છતાં શ્રાવકોની ભક્તિ ભાવની હીનાધિકતાના આધારે તેને ચાર ઉપમાથી ઉપમિત કર્યા છે.
યથા- જે શ્રાવકો જે શ્રમણો પ્રત્યે પુત્રવત્ સ્નેહભાવ, વાત્સલ્યતા, આત્મીયતા કે હિતદષ્ટિ રાખે, શ્રમણોની સેવા-સુશ્રુષા, સુરક્ષા આદિ કર્તવ્યોનું પાલન કરે. આ રીતે માતા પિતાનું કર્તવ્ય બજાવનાર શ્રાવકો માતા પિતા નહીં પરંતુ માતા પિતા સમાન છે. તેમજ ચારે ઉપમાઓ યોગ્ય રીતે સમજવી જોઈએ.
તાત્પર્ય એ છે કે દરેક શ્રાવક પોત પોતાના વ્યવહાર વિવેક અનુસાર તે તે શ્રમણો માટે માતાપિતા સમ હોય છે અને ભાઈ કે મિત્ર સમ પણ હોય છે અને કોઈ શ્રાવક કોઈ શ્રમણ પ્રતિ શૌક્ય સમ પણ હોય
સ્વભાવની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર :४६ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- अद्दागसमाणे, पडागसमाणे, खाणु- समाणे, खरकटयसमाणे । ભાવાર્થ :- શ્રમણોપાસકના ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દર્પણ સમાન (૨) પતાકા સમાન (૩) સ્તંભ સમાન (૪) ખરકંટક સમાન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આંતરિક યોગ્યતા અયોગ્યતાના આધારે શ્રમણોપાસકના ચાર વર્ગ કર્યા છે.
અ સમાને - દર્પણ સમ. સાધુ દ્વારા પ્રરૂપિત ઉત્સર્ગ અપવાદમય આચારને, આગમ પ્રરૂપિત તત્ત્વોને, પ્રવચનના ભાવોને યથાર્થપણે સમજે અને યથાર્થ રૂપે પ્રગટ કરે તેવા સમ્યક પરિણામી શ્રાવક દર્પણ સમાન કહેવાય છે.
પડા સમાને - પતાકાસમ. જે દિશામાં વાયુ વાતો હોય તે દિશામાં પતાકા–ધજા લહેરાતી હોય તેમ અસ્થિર ચિત્તવાળા શ્રાવકો જેવી દેશના (ઉપદેશ) સાંભળે તે તરફ તેઓની ચિત્તવૃત્તિ ચાલે પરંતુ તેઓ તત્ત્વ ઉપર સ્થિર ભાવ ન રાખી શકે, ગમે ત્યાં ઝૂકી જાય, તેને પતાકા જેવા શ્રાવકો કહ્યા છે. હાપુસમાને - કોઈ પણ પ્રકારના કદાગ્રહમાં ફસાઈ ગયેલા શ્રાવક ગીતાર્થ, બહુશ્રુત, જ્ઞાની દ્વારા