________________
૪૪૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
મહાવિર:- મહાક્રિયા. જેને કર્મબંધના કારણભૂત કાયિકી આદિ ક્રિયા અધિક હોય તે મહાશ્રવી. અMવિર:- અલ્પક્રિયા. જેને કાયિકી વગેરે ક્રિયા અલ્પ હોય તે અલ્પાશ્રવી.
સુત્રોક્ત ચૌભંગીઓ એક સરખી છે, તે સંક્ષેપમાં આ રીતે છે– (૧) દીર્ઘ પર્યાયવાન અનારાધક (૨) દીર્ઘ પર્યાયવાન આરાધક (૩) લઘુ પર્યાયવાન અનારાધક (૪) લઘુ પર્યાયવાન આરાધક.
નિગ્રંથ-નિગ્રંથીની દીક્ષા પર્યાય અને શ્રાવક-શ્રાવિકાની શ્રમણોપાસકપર્યાય અલ્પ હોય કે દીર્ઘ હોય પણ તેની તપસંયમ સાધના સમ્યક હોય તો તે આરાધક થાય અને તેની સાધના અસમ્યક હોય તો તે અનારાધક થાય છે. તાત્પર્ય એ છે કે આરાધક થવામાં દીર્ઘ કે અલ્પ પર્યાયનું મહત્ત્વ નથી પરંતુ તપ સંયમની સમ્યફ આરાધનાનું મહત્ત્વ છે.
કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર :
४५ चत्तारि समणोवासगा पण्णत्ता, तं जहा- अम्मापिउसमाणे, भाईसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे । ભાવાર્થ :- શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) માતા-પિતા સમાન (૨) ભાઈ સમાન (૩) મિત્ર સમાન (૪) સપત્ની સમાન. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં શ્રમણો પ્રત્યે શ્રાવકના વ્યવહાર અને કર્તવ્ય પાલનની અપેક્ષાએ ઉપમા સાથે શ્રાવકના ચાર પ્રકાર દર્શાવ્યા છે.
અમેપિડાતા :- શ્રમણ-નિગ્રંથ સાધુઓની ઉપાસના-આરાધના કરનારા ગુહસ્થ શ્રાવકોને શ્રમણોપાસક કહે છે. તેઓ ભેદભાવ રહિત, વિનયપૂર્વક, સ્નેહ વાત્સલ્ય અને શ્રદ્ધા સાથે નિગ્રંથોની સેવા-ભક્તિ કરે છે; સંયમ–માર્ગમાં આગળ વધારવા માટે સહાયતા કરે છે. તાત્વિક વિચારધારા અને જીવન નિર્વાહ બંન્ને પ્રસંગે વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કરે તે શ્રાવકો માતા-પિતા તુલ્ય છે. શ્રમણો પ્રતિ પ્રગાઢ વત્સલતા હોય તેવા શ્રમણોપાસકોને માતા-પિતા તુલ્ય કહ્યા છે.
ભાઈલમાને -જે શ્રાવકોમાં શ્રમણો પ્રતિ વત્સલતા અને ઉગ્રતા બંને હોય તેની તુલના ભાઈ સાથે કરી છે. જે શ્રાવક તત્ત્વ વિચાર–ચર્ચામાં કદાચ કઠોર વચન કે ઉગ્રતા લાવે પરંતુ જીવન નિર્વાહના પ્રસંગે તેઓનું હૃદય વાત્સલ્યપૂર્ણ હોય, તે શ્રમણોપાસક ભાઈ સમાન છે. નિત્તરમાણે - જે શ્રમણોપાસકમાં સાપેક્ષપ્રીતિ હોય છે. જે શ્રમણોપાસક કષ્ટ સમયે સંતો પ્રતિ સહાનુભૂતિ પ્રગટ કરે તેઓને મિત્ર સમાન કહ્યા છે.