________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૩
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ધર્મને છોડી દે પણ ગણમર્યાદા
ન છોડે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મ સાથે રૂપ અને ધર્મ સાથે ગણ સ્થિતિ, તેમ બે ચૌભંગી પ્રગટ કરી છે. અહીં 'રૂપ' શબ્દથી સાધુ વેશનું કથન કર્યું છે અને ધર્મ શબ્દથી સંયમધર્મ અથવા શ્રાવકધર્મ કે જિનાજ્ઞાના પાલન રૂપ ધર્મનું ગ્રહણ કર્યું
૪૩૭
ચારિત્ર મોહકર્મના ઉદયે તેમજ અન્ય નિમિત્તોના સંયોગે જીવની વિભિન્ન સ્થિતિઓ થાય છે. તેમાં સાધકની ક્ષમતા અને ભાવની તરતમતાના આધારે થતા ચાર ભંગ અહીં બતાવ્યા છે.
કેટલાક સાધકો ભાવોમાં મંદતા આવવા છતાં સાધુવેષ છોડતા નથી પણ સાધ્વાચારનો ભંગ કરે છે. કેટલાક સાધુ વેષ છોડીને પણ ધર્મભાવોને જાળવી રાખે છે. આ રીતે ચાર ભંગ સમજી લેવા જોઈએ. गणसंट्ठि – ગણસંસ્થિતિ, ગણની મર્યાદા, આચારસંહિતા. ધર્મ અને ગણસ્થિતિની ચૌભંગીમાં ધર્મ એટલે પ્રભુઆજ્ઞા કે સંયમધર્મ અને ગણ સંસ્થિતિ એટલે ગુરુઆજ્ઞા કે સંપ્રદાયની વિશિષ્ટ મર્યાદા. ક્ષેત્રકાળને આશ્રિત ગચ્છ કે સંપ્રદાયના જે વિશેષ નિયમ હોય તે ગચ્છની સમાચારી, ગણસંસ્થિતિ કહેવાય. સાધકોની ભિન્નભિન્ન મનોદશાના કારણે સૂત્રોક્ત ધર્મ અને ગણ સંસ્થિતિની ચૌભંગી ટિત થાય છે. (૧) કેટલાક સાધુ પ્રસંગાનુસાર સંયમ મર્યાદાને છોડી દે પણ ગચ્છ સમાચારીનું દઢતા સાથે પાલન કરે છે. (૨) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં ગચ્છ સમાચારીને છોડવાનું સ્વીકાર કરે પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. (૩) કેટલાક સાધુ બંને પ્રકારની મર્યાદાઓને સાચવીને વ્યવહાર કરે છે. (૪) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં બંને મર્યાદાઓને છોડી દે છે.
ઢધર્મી પ્રિયધર્મીની ચૌભંગી :
३६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पियधम्मे णाममेगे णो दढधम्मे, दढधम्मे णाममेगे जो पियधम्मे, एगे पियधम्मे वि दढधम्मे वि, एगे जो पियधम्मे णो दढधम्मे ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ પુરુષ પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી હોતા નથી. (૨) કોઈ પુરુષ દઢધર્મી હોય પણ તેને ધર્મ પ્રત્યે હાર્દિક પ્રીતિ હોતી નથી. (૩) કોઈ પ્રિયધર્મી, દઢધર્મી બંને હોય છે. (૪) કોઈ પ્રિયધર્મી અને દઢધર્મી બંને હોતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મી જીવની પ્રિયતા અને દઢતા દર્શાવી છે. પ્રિયતા અને દઢતા, તે ક્રમિક વિકાસની