________________
૪૩૮ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
ભૂમિકા છે. વ્યક્તિમાં પ્રાયઃ પહેલા પ્રિયતા ઉત્પન્ન થાય છે અને પછી દઢતા આવે છે. પ્રિયત્ને – ધર્મ પ્રિયતા. પ્રીતિભાવથી, આનંદ પૂર્વક ધર્મને સ્વીકારવો. વધખે -ધર્મમાં દઢતા. ધૃતિ, સહન શક્તિ, ક્ષમતાના કારણે વિપત્તિમાં પણ ધર્મથી વિચલિત ન થાય તે. વિપરીત સંજોગોમાં પણ ધર્માચરણમાં દઢ રહે વધુમ્ન ખાને જે જિયથને - માનવ મનની વિવિધ પ્રકારની વૃત્તિ હોવાના કારણે તેની પ્રવૃત્તિમાં વિવિધતા દષ્ટિગોચર થાય છે. કેટલાક જીવોના વિચારોની દઢતાના કારણે સ્વીકૃત નિયમોનું દઢ તાપૂર્વક પાલન કરે છે પરંતુ તેને સમજણપૂર્વક ધર્મમાં પ્રીતિ-અનુરાગ કે ઉત્સાહ હોતો નથી. જેમ કે કેટલીક વ્યક્તિઓ મધમાંસ, કંદમૂળ ત્યાગ આદિ નિયમોનું દઢતાપૂર્વક પાલન કરે છે પરંતુ તેને સંતદર્શન, જિનવાણી શ્રવણ, સામાયિકાદિ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રીતિ હોતી નથી. તે દઢધર્મી છે પણ પ્રિયધર્મી નથી. આ રીતે ચારે ભંગ સમજવા.
આચાર્ય અને શિષ્યની ચૌભંગીઓ :|३७ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- पव्वावणायरिए णाममेगे णो उवट्ठावणा- यरिए, उवट्ठावणायरिए णाममेगे णो पव्वावणायरिए, एगे पव्वावणायरिएवि उवट्ठा- वणायरिए वि, एगे णो पव्वावणायरिए णो उवट्ठावणायरिए धम्मायरिए । ભાવાર્થ :- આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ આચાર્ય દીક્ષા દાતા હોય પરંતુ વડી દીક્ષાદાતા ન હોય (૨) કોઈ વડદીક્ષા દાતા હોય પરંતુ દીક્ષાદાતા ન હોય (૩) કોઈ બંને દીક્ષા દાતા હોય (૪) કોઈ બંને દીક્ષાદાતા ન હોય, કેવળ ધર્મોપદેષ્ટા, ધર્માચાર્ય માત્ર હોય. |३८ चत्तारि आयरिया पण्णता, तं जहा- उद्देसणायरिए णाममेगे णो वायणायरिए वायणायरिए णाममेगे णो उद्देसणायरिए, एगे उद्देसणायरिए वि वायणायरिए वि, एगे णो उद्देसणायरिए णो वायणायरिए, धम्मायरिए । ભાવાર્થ :- આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) [કોઈ સાધુની અપેક્ષાએ કોઈ આચાર્ય સૂત્રવાચનાદાતા હોય પરંતુ અર્થવાચનાદાતા ન હોય (૨) કોઈ અર્થવાચનાદાતા હોય પરંતુ સૂત્રવાચનાદાતા ન હોય (૩) કોઈ ઉભય વાચનાદાતા હોય (૪) કોઈ કેવળ ધર્માચાર્ય હોય વાચનાદાતા ન હોય. |३९ चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी णाममेगे णो उवट्ठावण अंतेवासी, उवट्ठावण अंतेवासी णाममेगे णो पव्वावणंतेवासी,