________________
[ ૪૩૬ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ ગણમાં વધતા દૂષણોની શુદ્ધિ કરે પણ માન કરે નહીં વગેરે ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અર્થકર, ગણાર્થકર, ગણ સંગ્રહકર, ગણશોભાકર અને ગણશુદ્ધિકર આ પાંચ પદો સાથે 'માનકર' પદ જોડી પાંચ ચૌભંગી કહી છે. આ પાંચે ચૌભંગી વ્યવહાર સૂત્રમાં પણ કહી છે.
સફરે - અર્થકર. અર્થ એટલે ઈષ્ટ, પ્રયોજનભૂત કાર્ય કરવું, કુટુંબ વગેરેના ભરણ-પોષણ માટે ધન કમાવું. કેટલાક મનુષ્ય ઈષ્ટ કાર્ય કરે પણ અભિમાન ન કરે. મંત્રી, પુરોહિત વગેરે રાજાનું કાર્ય કરે પણ અભિમાન કરતાં નથી.
Tણકુર:- ગણાર્થકર. સાધુ સમુદાયને ગણ કહે છે. જે ગણ માટે આહાર–પાણી લાવવા વગેરે કાર્ય કરે તે ગણાર્થકર કહેવાય છે.
Tણસ હજરે - ગણસંગ્રહકર. દ્રવ્ય અપેક્ષાએ ગણ માટે સંયમોપયોગી વસ્ત્ર, પાત્ર વગેરે દ્રવ્યો અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિનો તથા જ્ઞાન, દર્શનાદિના સાધનોનો સંગ્રહ કરે. શિષ્ય સમુદાયની જે વૃદ્ધિ કરે તે પણ ગણસંગ્રહકર કહેવાય. TUસોમ:-ગણશોભાકર.ગણની શોભા વધારનાર, જે સાધુ સમાચારીની પ્રવર્તના દ્વારા, વક્રુત્વશક્તિ દ્વારા, ધર્મોપદેશ દ્વારા, વિદ્યા સિદ્ધિ આદિ દ્વારા ગણની શોભા વધારે, શાસન પ્રભાવના કરે તે ગણશોભાકર કહેવાય. Tબોહવારે - ગણશુદ્ધિકર. સમુચિત્ત પ્રાયશ્ચિત્ત દ્વારા ગણની શુદ્ધિ કરે, ગણમાં વધતા રિવાજો, કુપ્રથા, વિકૃતિ, આડંબર વગેરે દોષિત પ્રવૃત્તિને દૂર કરે તે ગણશુદ્ધિકર કહેવાય. ધર્મ, વેશ આદિ ત્યાગ-અત્યાગની ચૌભંગી :३४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रूवं णाममेगे जहइ णो धम्म, धम्म णाममेगे जहइ णो रूवं, एगे रूवं पि जहइ धम्मं पि, एगे णो रूवं जहइ णो धम्म। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ રૂપ(વેષ)ને છોડે પણ ધર્મને ન છોડે (૨) કોઈ ધર્મને છોડે પણ રૂપને–વેષને ન છોડે (૩) કોઈ રૂપ–વેષ અને ધર્મ બંનેને છોડી દે (૪) કોઈ રૂપ–વેષ અને ધર્મ બંનેને છોડતા નથી. ३५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- धम्मं णाममेगे जहइ णो गणसंठिई, વામનો |