________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩,
૪૩૫
અભિગ્રહની અપેક્ષાએ ચૌભંગી - (૧) નિસ્પૃહ મનુષ્ય અન્યની સેવા કરે પણ અન્યની સેવાનો સ્વીકાર કરતા નથી. (૨) રોગી, વૃદ્ધ, અશક્ત, વિશિષ્ટ સાધનામાં પ્રવૃત્ત સાધુ, આચાર્ય, સંશોધનમાં પ્રવૃત્ત વ્યક્તિ અન્યની સેવાનો સ્વીકાર કરે છે. પણ અન્યની સેવાનો સ્વીકાર કરે છે પણ અન્યની સેવા કરતા નથી. (૩) સંતુલિત વૃત્તિવાળા, સમતાધારી સ્થવિર કલ્પી સાધુ અન્યની સેવા પણ કરે અને અન્યની સેવાનો સ્વીકાર પણ કરે છે. (૪) જિન કલ્પી, નિરપેક્ષ વ્યક્તિ અન્યની સેવા કરતા નથી અને અન્યની સેવાનો સ્વીકાર પણ કરતા નથી. કાર્ય અને માન કરવા ન કરવાની ચૌભંગી :| २९ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- अट्ठकरे णाममेगे णो माणकरे, माणकरे णाममेगे णो अट्ठकरे, एगे अट्ठकरेवि माणकरेवि, एगे णो अट्ठकरे णो माणकरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કાર્ય કરે પણ માન કરતા નથી (૨) કોઈ માન કરે પણ કાર્ય કરતા નથી. (૩) કોઈ કાર્ય કરે અને માન પણ કરે છે (૪) કોઈ કાર્ય પણ કરતા નથી અને માન પણ કરતા નથી. ३० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणट्ठकरे णाममेगे णो माणकरे, ૧૩મો ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણનું કાર્ય કરે પણ માન ન કરે વગેરે ચૌભંગી કહેવી. ३१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसंगहकरे णाममेगे णो माणकरे, चउभंगो। ભાવાર્થ -પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણની વૃદ્ધિ કરે પણ માન ન કરે વગેરે ચૌભંગી કહેવી. ३२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोभकरे णाममेगे णो माणकरे, ૩મો ! ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન કરે નહીં વગેરે ચીભંગી કહેવી. ३३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहिकरे णाममेगे णो माणकरे, चउभंगो।