________________
[ ૪૩૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દર્શાવી છે. આમળા ઈષત્ મધુર, દ્રાક્ષબહુમધુર, દૂધબહુતર મધુર, ખાંડ બહુત્તમ મધુર હોય છે.
આચાર્યના ઉપશમાદિ, પ્રશાંત ગુણોની ફળના માધુર્ય સાથે તુલના કરી છે. મધુરતાની જેમ ઉપશમાદિ ગુણોમાં તરતમતા હોય છે. કેટલાક આચાર્યમાં કષાયોની ઉપશાંતતા ઈષતુ-અલ્પ હોય તો કેટલાકમાં અધિક હોય છે. વૈચાવૃત્યની અપેક્ષાએ પુરુષની ચૌભંગીઓ :|२७ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आयवेयावच्चकरे णाममेगे णो परवेयावच्चकरे, परवेयावच्चकरे णाममेगे णो आयवेयावच्चकरे, एगे आयवेयावच्चकरे वि परवेयावच्चकरे वि, एगे णो आयवेयावच्चकरे णो परवेयावच्चकरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વયંની વૈયાવચ્ચ કરે છે પરંતુ પરની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી (૨) કોઈ પુરુષ પરની વૈયાવચ્ચ કરે છે પણ સ્વયંની વૈયાવચ્ચ કરતા નથી (૩) કોઈ પુરુષ સ્વયં અને પરની બંનેની વૈયાવચ્ચ કરે છે (૪) કોઈ પુરુષ સ્વયંની અને પરની કોઈની પણ વૈયાવચ્ચ કરતા નથી. २८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- करेइ णाममेगे वेयावच्चं णो पडिच्छइ, पडिच्छइ णाममेगे वेयावच्चं णो करेइ, एगे करेइ वि वेयावच्चं पडिच्छइ वि, एगे णो करेइ वेयावच्चं णो पडिच्छइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ વૈયાવચ્ચ(સેવા) કરે પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી. (૨) કોઈ પુરુષ વૈયાવચ્ચ કરે નહીં પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરે છે. (૩) કોઈ પુરુષ અન્યની વૈયાવચ્ચ કરે અને અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર પણ કરે છે. (૪) કોઈ પુરુષ વૈયાવચ્ચ કરે પણ નહીં અને અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર પણ કરતા નથી.
વિવેચન :
વિયાવચ્ચ કરવી, ન કરવી તે માનવીની સ્વાર્થી–નિસ્વાર્થી વૃત્તિ પર નિર્ભર છે. તે ઉપરાંત સાધનાની ઉચ્ચતમ કક્ષાએ પણ સાધક વૈયાવચ્ચ લેવા કે કરવાના વિષયમાં વિવિધ અભિગ્રહ ધારણ કરે છે.
સ્વાર્થ નિઃસ્વાર્થની અપેક્ષાએ ચૌભંગી :- (૧) સ્વાર્થી અને આળસુ વ્યક્તિ પોતાની સેવા કરે છે, અન્યની નહીં. (ર) નિઃસ્વાર્થી વ્યક્તિ બીજાની સેવા કરે છે. પોતાની નહીં. (૩) સંતુલિત મનોવૃત્તિવાળા, સ્થવિર કલ્પી સાધુ, શ્રાવક વગેરે પોતાની અને અન્યની બંનેની સેવા કરે છે. (૪) આળસુ, ઉદાસીન, નિરાશાવાદી અથવા અવધૂત મનોવૃત્તિવાળા, જિન કલ્પી સાધુ, અનશનધારી પુરુષ મનુષ્ય પોતાની કે અન્યની સેવા કરતા નથી.