________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
આ જ રીતે કોઈ પુરુષ માર્ગગામી હોય પરંતુ ઉન્માર્ગગામી ન હોય વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
૪૩૧
પ્રસ્તુત સૂત્રમાં પાલખીવાહક અને પુરુષની માર્ગ ઉન્માર્ગગામિતાની ચૌભંગી દર્શાવી છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે.
સાધુ પુરુષની અપેક્ષાએ ચૌભંગીના અર્થમાં વીતરાગ માર્ગ અનુસાર, આચરણ કરનારને માર્ગ– ગામી અને જિનાજ્ઞાથી વિપરીત આચરણ કરનારને ઉન્માર્ગગામી કહેવાય છે.
સંયમીની અપેક્ષાએ ચૌભંગીનું અર્થ ઘટન :– કેટલાક સાધુ માર્ગ ગામી, સદનુષ્ઠાન કરનાર અપ્રમત્ત સંયત હોય, કેટલાક અસદનુષ્ઠાન કરનાર હોય, કેટલાક સ ્—અસ ્ બંને પ્રકારના અનુષ્ઠાનથી રહિત હોય. જેમ કે સિદ્ધ ભગવાન.
પંથનારૂં :- માર્ગગામી = શાસ્ત્રજ્ઞાન સંપન્ન, ગુરુના ઉપદેશાનુસાર, આરાધના માર્ગે ગમન કરનાર.
उप्पहजाई ઃ– ઉન્માર્ગગામી = કુશાસ્ત્રજ્ઞાન અને ફુગુરુના ઉપદેશને અનુસરનાર, કુદેવારાધના માર્ગે ચાલનાર અથવા માર્ગ એટલે સ્વ સિદ્ધાંત અને ઉન્માર્ગ એટલે પર સિદ્ધાંત. આ અર્થને અનુલક્ષીને પણ ચૌભંગી કહી શકાય.
રૂપ ગુણાદિ સંપન્ન પુષ્પ તથા પુરુષની ચૌભંગી :
२३ चत्तारि पुप्फा पण्णत्ता, तं जहा- रूवसंपण्णे णाममेगे णो गंधसंपणे, गंधसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, एगे रूवसंपण्णे वि गंधसंपण्णे वि, एगे णो रूवसंपणे णो गंधसंपण्णे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रूवसंपण्णे णाममेगे णो सीलसंपणे, सीलसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, एगे रूवसंपणे वि सीलसंपणे वि, एगे जो रूवसंपण्णे णो सीलसंपण्णे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુષ્પ તથા તે જ પ્રકારે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– પુષ્પ
પુરુષ
૧. કોઈ રૂપ સંપન્ન હોય પણ ગંધથી અસંપન્ન હોય. ૨. કોઈ ગંધ સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય. ૩. કોઈ રૂપ સંપન્ન હોય અને ગંધથી પણ સંપન્ન હોય.
૧. કોઈ રૂપ સંપન્ન હોય પણ શીલથી અસંપન્ન હોય. ૨. કોઈ શીલ સંપન્ન હોય પણ રૂપથી અસંપન્ન હોય. ૩. કોઈ રૂપ અને શીલ બંનેથી સંપન્ન હોય.