________________
૪૯૦
શ્રી ઠાણાગ સૂત્ર-૧
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो। एवं जुत्तपरिणए, जुत्तरूवे, जुत्तसोभे; सव्वेसिं चउभंगो । पडिवक्खो पुरिसजाया चउभंगो ।
एवं जहा हयाणं तहा गयाणं वि भाणियव्वं, पडिवक्खो तहेव पुरिसजाया।
ભાવાર્થ :- 'યુક્ત-યુક્ત' વગેરે ચાર પ્રકારના અશ્વ અને ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. તે જ પ્રમાણે યુક્ત પરિણત, યુક્તરૂપ, યુક્ત શોભાવાન અશ્વ અને પુરુષની ચૌભંગી 'યાન' પ્રમાણે જાણવી.
જેવું અશ્વનું કથન કર્યું, તે જ પ્રમાણે હાથીનું પણ કથન કરવું અર્થાત્ યુક્ત, યુક્ત પરિણત, યુક્તરૂપ અને યુક્ત શોભાની ચાર ચૌભંગી કહેવી. તે જ રીતે પુરુષ પક્ષમાં ચાર ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યાન સાથે સંયુક્ત-અસંયુક્ત અશ્વ અને હાથીના દષ્ટાંતે પુરુષનું કથન કર્યું છે.
અશ્વ ઉપર જીન અને હાથી ઉપર અંબાડી હોય તો તે યુક્ત અને ઘોડા વેગવાન હોય તથા હાથી શૂરવીર, સ્વાભિમાની હોય તો તે યુક્તયુક્ત કહેવાય છે.
પુરુષની ચૌભંગીમાં તેઓ વસ્ત્રાભરણ અથવા ધન યુક્ત હોય તો યુક્ત કહેવાય અને ઉત્સાહાદિ ગુણ તથા ધાર્મિકતા આદિ ગુણ પણ હોય તો તે યુક્ત–યુક્ત કહેવાય. સર્વ ભંગ તથા ચૌભંગી યાનના (૧૬ થી ૧૯ સુધીના)સૂત્રોની જેમ જાણવી. માર્ગ-ઉન્માર્ગગામી પાલખી-પુરુષની ચૌભંગી :|२२ चत्तारि जुग्गारिता पण्णत्ता, तं जहा- पंथजाई णाममेगे णो उप्पहजाई, उप्पहजाई णाममेगे णो पंथजाई, एगे पंथजाई वि उप्पहजाई वि, एगे णो पंथजाई णो उप्पहजाई ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पंथजाई णाममेगे णो उप्पहजाई, चउभंगो।
ભાવાર્થ :- ચાર પ્રકારના યુગ્યવાહક અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાલખીવાહક માર્ગગામી હોય પરંતુ ઉન્માર્ગગામી ન હોય (૨) કોઈ ઉન્માર્ગગામી હોય પરંતુ માર્ગગામી ન હોય. (૩) કોઈ માર્ગગામી હોય અને ઉન્માર્ગગામી પણ હોય (૪) કોઈ માર્ગગામી પણ ન હોય અને ઉન્માર્ગીગામી પણ ન હોય.